એક ઝાડનું મૂલ્ય કેટલું? ગાંડા બાવળના સંદર્ભમાં આ સવાલ પૂછવામાં આવે તો તેનું કોઈ મૂલ્ય રહેતું નથી.જ્યારે ચંદનના વૃક્ષની કિંમત લાખ્ખો રૂપિયા થાય છે.પરંતુ અહી વાત કંઇક અલગ છે.માનવ જીવનને એક વૃક્ષ આજીવન ઉપયોગી થાય છે. સરેરાશ એક વૃક્ષ આર્થિક દ્રષ્ટિકોણથી માનવીને કેટલું મદદરૂપ થાય છે?
કલકત્તાની ” ઇન્ડિયન સાયન્સ કોલેજ” ના પ્રોફેસર ટી.એન. દાસે કરેલા ઊંડા અભ્યાસના અંતે તારવેલી વિગતો કંઇક એવી છે કે, આશરે ૫૦ વર્ષના સરેરાશ આયુષ્યને ધ્યાને લઇને ૫૦ ટન વજનના મધ્યમ કદના વૃક્ષની ગણતરી કરવામાં આવે તો એક વૃક્ષ ની કિંમત રૂ.૧૫.૭૦ લાખ જેટલી થવા જાય છે.એક વૃક્ષ રૂ.૨.૫૦ લાખનો પ્રાણવાયુ પુરો પાડે છે.જ્યારે હવાના પ્રદૂષણને શુદ્ધ રાખવાની રૂ.૫.૦૦ લાખની કામગીરી કરે છે.ઉપરાંત જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા અને જમીનનું ધોવાણ અટકાવવા નું રૂ.૨.૫૦ લાખનું કામ કરે છે.જ્યારે પાણીનું સ્તર ઊંચું લાવી હવામાં ભેજ ને સાચવવાની રૂ.૩ લાખની કામગીરી એક વૃક્ષ કરી આપે છે.આ ઉપરાંત પશુ – પક્ષીના આશ્રય સ્થાન તરીકે રૂ.૨.૫૦ લાખ અને પ્રોટીન રૂપાંતર ની રૂ.૨૦ હજારની કામગીરી એક વૃક્ષ કરે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





