ન્યુ દિલ્હી,
તા.૨૮/૦૩/૨૦૧૮
દિલ્હી પોલીસે હત્યાની આશંકીમાં મંગળવારે સવારે મંગોલપુરી વાઈ-બ્લોકમાં કબર ખોદીને એક યુવકનું શબ બહાર કાઢ્યું. ત્યાર બાદ પોસ્ટમોર્ટમ કરાવીને શબને ફરી પરિવારને સોંપવામાં આવ્યું. પરિવારનો આરોપ છે કે પત્નીએ જ તેના અનૈતિક સંબંધોને કારણે યુવતને રસ્તામાંથી હટાવવા માટે ષડયંત્ર રચ્યું હતું. મૃતકનું નામ વકીલ સૈફી હતું. યુવકનું ૯ માર્ચા રોજ મોત થયું હતું.
પોલીસ અનુસાર વકીલ પરિવાર સહિત બેગમપુરના નવીન વિહાર વિસક્તારમાં રહેતા હતા. નવ વર્ષ પહેલા તેના લગ્ન થયા હતા,તેને બે સંતાન પણ છે. લગ્ન બાદ તે ચાર વર્ષ સઉદી અરબમાં રહ્યો અને ત્યાંથી પરત ફર્યા બાદ વિસ્તારમાં ફર્નીચરની દુકાન ચલાવતો હતો.
વકીલની માતા શમીના બેગમે જણાવ્યું કે, ૬ માર્ચના રોજ તે ઘરની બહાર ગયો હતો અને રસ્તામાં તેની તબિયત ખરાબથઈ હતી. પહેલા વકીલને આંબેડકર હોસ્પટલમાં એડમીટ કરવામાં આવ્યો પરંતુ ત્યાં સ્થતિ ગંભીર હોવાને કારણે ડોક્ટરોએ તેને રામમનોહર લોહિયા હોસ્પટલમાં જવાની સલાહ આપી હતી. ૯ માર્ચના રો વકીલનું હોસ્પટલમાં મોત થયું હતું. શમીના અનુસાર ડોક્ટરોએ જણાવ્યું હતું કે વકીલનું મોત નશાના કારણે થયું છે, જ્યારે તે નશો કરતો જ ન હતો. પરિવારે વકીલના શબને મંગોલપુરીમાં આવેલ કબ્રસ્તાનમાં દફનાવ્યું હતું.
સુલેમાન પરિવારનો નજીકનો સંબંધી છે. ત્યાર બાદ તેણે વકીલની પત્નીના મોબાઈલ ફોનમાં એવું રેકો‹ડગ સાંભળ્યું જેના કારણે શંકા વધુ ઉંડી બની. પરિવારજનોએ વકીલની હત્યાનો આરોપ તેની પત્ની પર લગાવતા બેગમપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસે એસડીએમની મંજૂરી બાદ મંગળવાર સવારે કબરમાંથી શબને બહાર કાઢ્યું ફરી પોસ્ટમોર્ટમ કર્યું અને બાદમાં ફરી દફનાવી દીધો.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"