દક્ષિણ ગુજરાતમાં મેઘાનો કહેર: ઉમરગામમાં ૩૦ કલાકમાં ૨૫ ઈંચ વરસાદ

0
114

ગાંધીનગર,તા.૨૫
અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સર્જાતા હવામાન વિભાગે સત્તાવાર રીતે ચોમાસાના આગમનની જાહેરાત કરી દીધી છે. આ સાથે જ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. દરમિયાન ૩૦ કલાકમાં ઉમરગામમાં ૨૫ ઈંચ વરસાદ નોંધાયો છે. અને વલસાડમાં આજે સવારથી ૭ કલાકમાં ૯ ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે સુરતમાં વહેલી સવારે બે કલાકમાં બે ઈંચ વરસાદ પડ્યો છે. અને સુરત જિલ્લામાં કામરેજમાં બે કલાકમાં ૩.૫ ઈંચ વરસાદ નોંધાયો છે.
બીજી તરફ, સમગ્ર રાજ્યમાં વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે, જેમાં આગામી ૪ દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે.
દક્ષિણ ગુજરાતમાં શનિવારથી શરૂ થયેલો વરસાદ આજે સતત ત્રીજા દિવસે યથાવત રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં ઉમરગામમાં સૌથી વધુ ૨૫ ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે વલસાડ-વાપીમાં છેલ્લા ૭ કલાકમાં ૯ ઈંચ સહિત જિલ્લાના તમામ તાલુકાઓમાં ભારે વરસાદ પડ્યો છે. જેના પગલે ટ્રેન અને વાહન વ્યવહારને અસર પહોંચી છે. જ્યારે સુરત જિલ્લામાં બારડોલી અને કામરેજમાં છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ વરસાદ પડ્યો છે. બારડોલીમાં ૩ ઈંચ અને કારમેજમાં ૩.૫ ઈંચ વરસાદ નોંધાયો છે. અને સુરતમાં વહેલી સવારે બે કલાકમાં ૨ ઈંચ વરસાદ ખાબક્્યો છે.
વલસાડ જિલ્લામાં ભારે વરસદાના પગલે ઉમરગામમાં આવેલું તળાવ ઓવરફ્લો થયું હતું. જેથી આસપાસના ગામમાં તળાવના પાણી ફરી વળ્યા હતા. જ્યારે ૩૦ કલાકમાં વરસેલા ૨૫ ઈંચ વરસાદના પગલે સોસાયટીઓમાં અને રોડ પર પાણી ફરી વળ્યા હતા. નેશનલ હાઈ-વે પણ પ્રભાવિત થયો હતો. જ્યારે રેલવે ટ્રેક પર પાણી ફરી વળતા મોટા ભાગની ટ્રેનો લેટ ચાલી રહી છે.

નવસારી જિલ્લાના દરેક તાલુકામાં ૫ થી ૬ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. ત્યારે નેશનલ હાઈવે નંબર ૪૮ ઉપ થી પસાર થતા વાહન ચાલકોને દિવસે લાઈટ ચાલુ કરીને પોતાના નિયત સ્થળે પહોંચવાની ફરજ પડી છે. પ્રથમ વરસાદથી જ હાઈવે ઉપર તેમજ ગામોમાં કેટલાક રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. નવસારીમાં ભારે વરસાદના કારણે રેલ વ્યવહારને અસર થયો છે.
નવસારી જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં ધોધમાર વરસાદ વરસી પડ્યો છે, જેમાં જલાલપોરમાં ૧ ઈંચ વરસાદ, ગણદેવીમાં ૨.૫ ઈંચ, ચીખલીમાં ૧.૫ ઈંચ તેમજ વાંસદા અને ખેરગામમાં ૧-૧ ઈંચ વરસાદ વરસ્યો છે.
જિલ્લામાં ભારે વરસાદથી જન જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. વાપી ખાતે ભારે વરસાદથી રેલવે અંડરબ્રિજ બંધ કરાયો છે. વાપીમાં અનેક ઘરો – દુકાનો અને રસ્તા પર પાણી ભરાયા છે. રોડ પર પાણી ભરાવાથી વાહન વ્યવહારને અસર થઈ છે. જેને કારણે ૨ કિ.મી. લાંબી વાહનોની લાઈનો લાગી છે. ટોલનાકાથી વાહન વ્યવહાર ધીમી ગતિએ શરૂ કરાયો છે. ઉંમરગામમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તો અહીંની ૩ જેટલી સ્કૂલોમાં વરસાદને લઈને રજા જાહેર કરી દેવાઈ હતી.
બીજી તરફ, ભરૂચ જિલ્લામાં પણ સવારથી વરસાદ નોંધાયો છે. અંકલેશ્વર અને નેત્રંગમાં ધોધમાર વરસાદ વરસી પડ્યો છે. વરસાદને પગલે વાતાવરણ ઠંડક ફેલાઈ છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY