અમદાવાદ,તા.૧૮
શહેરના સરસપુર વિસ્તારમાં આવેલ શહેરકોટડા પોલીસ સ્ટેશનથી થોડેક દૂર ગઇ કાલે પોલીસના બાતમીદાર અને અનેક ગુનાઓમાં સંડોવાયેલા યુવક પણ ચાર શખ્સો જીવલેણ હુમલો કરીને નાસી જતાં ચકચાર મચી ગઇ છે. પોલીસને બાતમી આપવાના મામલે આ હુમલો થયો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
હુમલો કરનાર ચારેય શખ્સો ગુનેગાર છે અને યુવક પર હુમલો કરતી વખતે તે કહેતા હતા કે અબ કી બાર મેરા નામ લિયા તો જિન્દા નહીં છોડૂંગા જાન સે માર ડાલૂંગા.
સરસપુર વિસ્તારમાં આવેલ છાપરાના મકાનમાં રહેતી ર૩ વર્ષીય નસીમબાનુ કુરેશીએ ચાર શખ્સ વિરુદ્ધમાં ખૂની હુમલો કરવાની ફરિયાદ કરી છે. તારીખ ૧પના રોજ મોડી રાતે રેલવે પોલીસે નસીમબાનુના દિયર ઐયુબની કોઇ કેસમાં ધરપકડ કરી હતી. એક દિવસ લોકઅપમાં રહ્યા બાદ ઐયુબ છૂટી ગયો હતો.
મંગળવારના દિવસે ગફુર ગલીમાં રહેતો વાહિદ સંધી ઐયુબ પાસે આવ્યો હતો અને તું મારી ખોટી બાતમી પોલીસને આપે છે, જેના કારણે આજે પોલીસ મને પકડીને લઇ ગઇ હતી તેમ કહીને બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો. વાહિદે પોલીસ ફરિયાદ કરવાની ધમકી આપતાં ઐયુબ ત્યાંથી જતો રહ્યો હતો. ગઇ કાલે વાહિદ ખાને આ મામલે અદાવત રાખી શહેરકોટડા પોલીસ સ્ટેશનથી નજીક ઐયુબ પર ખૂની હુમલો કર્યો હતો.
ઐયુબ પર વાહિદ, જાવેદ, ફાવડો અને બદરી નામના યુવકો છરી અને ચપ્પા વડે હુમલો કરીને નાસી ગયા હતા. અબ કી બાર મેરા નામ લિયા તો જિન્દા નહીં છોડૂંગા જાન સે માર ડાલૂંગા તેમ કહીને ચાર જણા ઐયુબ હુમલો કરી રહ્યા હતા. ઇજાગ્રસ્ત ઐયુબને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ત્યાં હાલ તે ભાનમાં છે. શહેરકોટડા પોલીસે આ મામલે ચાર શખ્સો વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



