દમણમાં દારૃના ધંધા સાથે સંકળાયેલી વ્યક્તિને ભાજપ ટિકિટ નહીં આપે

0
33

રાષ્ટ્રીય સંગઠનના નેતાઓની ઉપરાછાપરી મુલાકાતમાં કાર્યકરોના સેન્સ લીધા બાદ માપદંડ નક્કી કરાયું

દીવ-દમણ લોકસભાની બેઠક માટે દારૃના વ્યવસાય સાથે સંકળાયેલી વ્યક્તિને ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવશે નહીં. રાષ્ટ્રીય સંગઠનના નેતાઓની ઉપરાછાપરી દમણ મુલાકાત દરમિયાન પ્રદેશના હોદ્દેદારો સાથે થયેલી બેઠકમાં ભાજપના ઉમેદવારની પસંદગી વખતે જે કાર્યકર કે તેમનો પરિવાર દારૃના વ્યવસાય સાથે સંકળાયેલો નહીં હોય તેને જ ટિકિટ આપવા માટેનું માપદંડ નક્કી કરાયું હોવાનું જાણવા મળ્યું છે.

લોકસભાની ચૂંટણીને હજુ ઘણો સમય બાકી છે, પરંતુ મુખ્ય રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસ દ્વારા ગ્રાઉન્ડ રિપોર્ટ મેળવવા માટે કવાયત શરૃ કરી દેવાઈ છે.  દીવ-દમણ અને દા.ન.હવેલી લોકસભા બેઠક પર છેલ્લી બે ટર્મથી ભાજપનો ભગવો લહેરાઈ રહ્યો છે.

આ બેઠક જાળવી રાખવા માટે રાષ્ટ્રીય સંગઠનના નેતાઓ ઓમ માથુર, રામલાલ, સરોજ પાંડે તેમજ વી.સતિષે બંને પ્રદેશોની ઉપરાછાપરી મુલાકાત લઈ સંગઠનને મજબુત કરવા અને ઉમેદવારોની પસંદગી બાબતે કાર્યકરો પાસેથી સેન્સ લીધા હતા.

ત્રણ દિવસ અગાઉ રાષ્ટ્રીય સહસંગઠન મંત્રી વી.સતિષે દમણ અને દા.ન.હવેલીના હોદ્દેદારો સાથે બેઠક કરી હતી. જેમાં ભાજપ હાઈકમાન્ડ દ્વારા લોકસભાની બેઠક માટેના ઉમેદવારની પસંદગી બાબતે ચોક્કસ માપદંડ નક્કી કરાયા હોવાનું જાણવા મળ્યું છે.

જે મુજબ બંને પ્રદેશની લોકસભા બેઠક માટેના ઉમેદવાર કે તેના પરિવારમાંથી કોઈપણ સભ્ય દારૃના વ્યવસાય સાથે સંકળાયેલો નહીં હોય તેને જ ટિકિટ આપવામાં આવશે તેવું નક્કી કરાયું હોવાનું જાણવા મળ્યું છે. જોકે દારૃના ગુનામાં હજુ સુધી ભાજપના કોઈ નેતાની સંડોવણી હોવાનું બહાર આવ્યું નથી પરંતુ દારૃના મામલે ઘણા સંજોગોમાં પક્ષની છબી ખરડાતી હોવાથી આ માપદંડ નક્કી કરાયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

 

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY