ડેમમાંથી પાણી છોડતાં દમણગંગાના પટમાં ફસાયેલ યુવકને બે કલાકે બચાવાયો

0
7

સુરત,તા.૭
મધુબન ડેમના ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના પગલે ડેમની સપાટીમાં વધારો થઈ રહ્યો છે. ડેમના રૂલ લેવલને જાળવી રાખવાં તંત્ર દ્વારા ડેમના ૭ દરવાજા ખોલી એકલાખ ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું હતું. જેથી દમણગંગાના પટમાં એક યુવક ફસાઈ ગયો હતો. જેને બચાવવા માટે રેસ્ક્યુ કરાયું હતું. આખરે બે કલાકે તેને બચાવી લેવામાં સફળતા મળી હતી.
સેલવાસ ખાતે આવેલા મધુબન ડેમની સપાટીમાં ઉપરવાસમાં પડી રહેવા વરસાદથી વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા મધુબન ડેમના સાત દરવાજા દોઢ મીટર જેટલા ખોલવામાં આવ્યાં હતાં. ડેમના દરવાજા ખોલવામાં આવતાં નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી આપવામાં આવી હતી. તેમ છતાં રખોલી નજીક દમણગંગાના પટમાં એક યુવક ફસાઈ ગયો હતો. જેથી તેને બચાવવા માટે ફાયર બ્રિગેડ અને ડિઝાસ્ટર વિભાગની મદદ લેવામાં આવી હતી. લગભગ દોઢ બે કલાક જેટલા સમયના અંતે યુવકને સહિ સલામત બહાર કાઢવામાં સફળતા મળી હતી.
મધુબન ડેમ અને આસપાસના વિસ્તારોમાંથી પસાર થતી નદીના પટમાં ન જવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના પગલે આ સૂચના આપવામાં આવી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY