ગુજરાત ભાજપ પ્રદેશ પ્રવકતાશ્રી ભરત પંડયાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ ડામાડોળ છે. તાલુકા, જીલ્લા અને પ્રદેશ કક્ષાના આગેવાનો અને ધારાસભ્યો-કોંગ્રેસનાં નેતૃત્વ સામે નારાજગી સાથે આક્રોશ વ્યકત કરી રહ્યાં છે. કોંગ્રેસની 3 દિવસની “ચિંતા બેઠક” ચાલી રહી હતી. ભાજપ હંમેશા પ્રજાહિતનું ચિંતન કરે છે. જયારે કોંગ્રેસ પોતાના ઘર સંભાળવાની ચિંતા કરે છે અને ગુજરાતમાં અશાંતિ અને અરાજકતા કેવી રીતે ઊભી કરવી તેવાં જ વિચારો અને કાર્યક્રમો કોંગ્રેસ કરે છે. મિડીયાના સમાચારો મુજબ ૯ લોકસભામાં તો કોંગ્રેસને ઉમેદવારોના નામો મળતાં જ નથી. ભાજપ તરફી જનતાના મિજાજને કારણે કોઈ લડવા તૈયાર થતું નથી. કોંગ્રેસમાં નેતૃત્વનો અભાવ, પ્રજાહિતના દૃષ્ટિકોણનો અભાવ અને સેવાના કાર્યક્રમોનો અભાવ છે. કોંગ્રેસ કયારેય પ્રજામાં જતી નથી. માત્ર ચૂંટણી લડવા સિવાય કોંગ્રેસ પાસે પ્રજાના કોઈપણ કામો, પ્રશ્નો કે તેનાં સમાધાન માટેની માનસિકતા નથી અને કોંગ્રેસ પાસે ચૂંટણી સિવાય પ્રજા વચ્ચે જવાનો સમય પણ નથી.
શ્રી પંડ્યાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ નબળું નેતૃત્વ, નબળા વિચારો, અંદરો અંદરના સતત ઝઘડાઓ અને તોડફોડના કાર્યક્રમોને કારણે કોંગ્રેસનો કયારેય જનતામાં પ્રભાવ વધ્યો નથી. ગુજરાતને અશાંતિ અને અરાજકતા ફેલાવવાના કોંગ્રેસના કારનામાને કારણે જનતામાં કોંગ્રેસ માટે સતત કુભાવ વધતો જાય છે. જનતાએ તેમને સત્તાનો મેન્ડેટ નથી આપ્યો છતાંય સત્તા લાલસામાં સમાંતર સરકારનું ગતકડું ચલાવે છે. હવે, કોંગ્રેસની નવી નેતાગીરી સામેની નારાજગી અને આક્રોશ વધ્યો છે. કોંગ્રેસની “શક્તિ” એપ એ અંદરોઅંદરની “નારાજગી” અને “અવિશ્વાસ”ની એપ છે. તાલુકા-જીલ્લાને પ્રદેશની નેતાગીરી પર ભરોસો નથી. રાહુલ ગાંધીને પણ પ્રદેશના નેતૃત્વ પર ભરોસો નથી. પ્રજાને રાહુલ ગાંધી પર ભરોસો નથી. તેથી જ અનેક રાજ્યો અને કેન્દ્ર સરકાર માંથી કોંગ્રેસ સત્તા સ્થાનેથી સાફ થઈ ગઈ છે. કોંગ્રેસ ગુજરાતની જનતાની સંસ્કારીતા અને માનસિકતા સમજે અને ગુજરાતની શાંતિ, એકતા અને વિકાસમાં સહયોગ આપે તેવી શ્રી પંડ્યાએ અપીલ કરી હતી.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



