ખેત મજૂર પર દિપડાએ હુમલો કરતા બે ઈજાગ્રસ્ત

0
81

ભાવનગર,તા.૭
તળાજાના પીથલપુર ગામની વાડીઓમાં કામ કરતા બે ખેત મજૂરો ઉપર દિપડાએ ત્રાટકી ગરદનના ભાગે ઈજાઓ કરી હતી. ઈજાગ્રસ્તોને સ્થાનીક સરકારી દવાખાને સારવાર અપાઈ હતી. માનવી પર હુમલો કરવા બદલ તળાજા વન વિભાગની ટીમ દ્વારા દિપડાને પાંજરે પુરવાની ગ્રામજનોની માંગ પ્રમાણે કવાયત હાથ ધરવામાં આવી છે. તળાજા તાલુકાના મોટાભાગના ગામડાઓ બ્રુહદગીર વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યા છે. ઝાંઝમેર, પીથલપુરથી દાઠા સુધીના કોસ્ટલ વિસ્તારમાં એક સાવજે રહેઠાંણ બનાવ્યુ છે.
બપોરના સુમારે પીથલપુર ગામની વાડી વિસ્તારમાં નટુભા અને તખુભાની વાડીઓમાં ખેત મજૂરી કરતા કિશોરભાઈ નરવણભાઈ ભીલ, અલ્પેશ ભાનુભાઈ પર અચાનક જ દિપડો ત્રાટક્યો હતો. ગરદન, બાવડા અને પિઠના ભાગે નહોર મારી ઈજાઓ કરી હતી. જેને લઈ સ્થાનીક સરકારી હોસ્પિટલ ખાતે બંનેને સારવાર આપવામાં આવી હતી. દીપડાએ બે વ્યક્તિ પર હુમલો કર્યો છે ને વાડીઓમાં સંતાયાની જાણ વાયુવેગે આસપાસના વિસ્તારોમાં ફેલાતા લોકોના ટોળા એકઠા થયા હતા.
તળાજા વન વિભાગના આરએફઓ કિંજલબેન દવે, રાઉન્ડ ફોરેસ્ટર જી.એલ.વાઘેલા, ટ્રેક્ટર દશરથસિંહ સરવૈયા, હીરાભાઈ, મહેન્દ્રભાઈ તથા રેસ્ક્્યુ વાહનના ભૂપતભાઈ ડોડીયા સહીતના પીથલપુર સ્થળ પર દોડી ગયા હતા. દિપડા હોવાના પુરાવા મેળવ્યા હતા.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY