સીરિયામાં આઈએસઆઈએસના ૩,૦૦૦ આતંકીઓએ આત્મસમર્પણ

0
13

દમિશક,તા.૧૩
સીરિયાના બઘોજમાં આઈએસઆઈએસના ૩,૦૦૦ આતંકીઓએ આત્મસમર્પણ કર્યુ છે. આતંકીઓના પરિવારો પણ શરણાગતિ સ્વીકારી છે. સીરિયાનું બઘોજ આઇએસના કબજાવાળો અંતિમ વિસ્તાર છે. કુર્દિશ સૈન્યનું કહેવું છે કે, ટૂંક સમયમાં આ શહેરમાં તેમનું આધિપત્ય થઇ જશે. ૨૦૧૪માં આઇએસએ ખલીફાના શાસનની જાહેરાત કરી ઇરાક અને સીરિયાના મોટાંભાગના વિસ્તારો પર કબજો કરી લીધો હતો.
સીરિયાના પૂર્વીય ગામ બઘોજમાં હજુ પણ આઇએસના કેમ્પ જાવા મળે છે. અમેરિકી સમર્થિત સીરિયાઇ ડેમોક્રેટિક ફોર્સ આઇએસ આતંકીઓને પકડવાની કોશિશ કરી રહી છે, પરંતુ નદીના કિનારે વસેલા ગામોથી પુરૂષો, મહિલાઓ અને બાળકોની ભીડે તેણે અટકાવી દીધી છે.
બઘોજમાં સતત ત્રણ રાતથી એર સ્ટ્રાઇક અને ફાયરિંગ થઇ રહ્યુ છે, જેમાં અનેક આતંકીઓ ઠાર મરાયા છે. તેને કારણે આતંકીઓના અનેક સંબંધીઓએ આત્મસમર્પણ કરી દીધું છે. અમેરિકાના સમર્થનવાળી એસડીએફ સૈન્યએ રવિવારે આતંકવાદીઓને ચેતવણી આપી હતી કે, તેમનો સમય પૂર્ણ થઇ ગયો છે. મંગળવારે ત્રણ હજાર આતંકવાદીઓએ સૈન્યની સામે આત્મસમર્પણ કરી દીધું છે.
સંયુક્ત સૈન્યએ બઘોજમાં મંગળવાર સાંજથી ભારે ફાયરિંગ કર્યુ અને આતંકવાદીઓને જવાબ આપવાનો મોકો ના આપ્યો. તેથી લોકોને આત્મસમર્પણ કરવું પડ્યું. સૂત્રો અનુસાર, બઘોજમાં સતત વારપ્લેન ચક્કર લગાવતા રહે છે અને થોડાં થોડાં સમયે બ્લાસ્ટના અવાજ આવતા રહે છે. મોટી સંખ્યામાં સંયુક્ત સેનાના સૈનિક બઘોજના પ્રવેશ પાસે એકઠાં થયા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY