છત્તીસગઢના દંતેવાડામાં સુરક્ષાદળો સાથે મુઠભેડમાં ૧ મહિલા સહિત ૨ નક્સલી ઠાર

0
8

દંતેવાડા,તા.૮
છત્તીસગઢનાં દંતેવાડામાં ડીઆરજી અને એસટીએફની સંયુક્ત ટીમે અથડામણ દરમિયાન બે નક્સલવાદીઓને ઠાર કર્યા છે. જોકે એન્ટિ નક્સલ ઓપરેશનનાં ડેપ્યુટી ઈન્સપેક્ટર જનરલે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે ઠાર કરાયેલા બે નક્સલવાદીમાંથી ફક્ત એકનો જ મૃતદેહ જપ્ત કરવામાં આવ્યો છે. આ ઓપરેશનની ખાસ વાત એ હતી કે મહિલાઓએ પણ કમાન્ડો તરીકે DRG ફાઈટર્સનો સાથ આપ્યો હતો. તેમને દંતેશ્વરી ફાઈટર્સનું નામ આપવામાં આવ્યું છે જે રાજ્યની પહેલી મહિલા ડિસ્ટ્રીક્ટ રિઝર્વ ગાર્ડની ટીમ છે.
ડેપ્યૂટી ઈન્સ્પેક્ટર જનરલ સુંદરરાજે જણાવ્યું હતું કે આ અથડામણમાં એક મહિલા નક્સલીનો મૃતદેહ જપ્ત કરવામાં આવ્યો છે. અન્ય કેટલાક નક્સલવાદીઓ પણ આ અથડામણમાં ઠાર કરાયા છે પરંતુ હજી સુધી તેમના મૃતદેહો નથી મળી શકિયા. દંતેવાડાનાં અરનપુર વિસ્તાર પાસે ગોંદરસ જંગલમાં બુધવારે આશરે પાંચ વાગ્યે નક્સલવાદીઓ અને ડીઆરજી અને એસટીએફની સંયુક્ત ટીમ વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી.
એક INSAS રાયફલ અને દારૂ-ગોળા સહિત ૧૨ બોરનું એક હથિયાર અને અન્ય ખતરનાક સામગ્રીઓ ઘટનાસ્થળેથી જપ્ત કરવામાં આવી છે. દંતેવાડાનાં એસપી અભિષેક પલ્લવે જણાવ્યું કે આ અથડામણમાં ડિસ્ટ્રીકટ રિઝર્વ ગાર્ડ ફીમેલ કમાન્ડોઝે પણ સાથ આપ્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY