સુરેન્દ્રનગર જિલ્લામાં ધો. 10નું પરિણામ જાહેર થયુ છે. જેમાં સુરેન્દ્રનગરમાં વસતા અને દરજી કામ કરતા પિતા હર્ષદભાઇનો પુત્ર હર્ષીલ 99.99 પીઆર સાથે રાજયમાં પ્રથમ સ્થાને આવ્યો છે. મધ્યમવર્ગ પરિવારનો પુત્ર ધો.10માં ટોપર બનતા એસ.એન. વિદ્યાલય અને પરિવારમાં આનંદની લાગણી ફેલાઇ હતી. સુરેન્દ્રનગર જિલ્લો છેલ્લા એક દાયકાથી શિક્ષણ હબ બન્યો છે. દર વર્ષે ધો. 10 પાસ કરીને સારા ગુણ મેળવીને વિદ્યાર્થીઓ સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહમાં જોડાઇ રહ્યા છે. ત્યારે સોમવારે જાહેર થયેલા ધો. 10ના પરિણામ માં મુળ સાયલા તાલુકાના સુદામડાના અને હાલ સુરેન્દ્રનગર ના અલકાપુરી વિસ્તારમાં વસતા પરિવારના પુત્રે એસ.એન.વિદ્યાલયમાં અભ્યાસ કરીને 99.99 પીઆર સાથે ટોચનું સ્થાન મેળવ્યુ છે. સ્કૂલમાં વર્ષની શરૂઆતથી જ મહેનત કરીને હર્ષીલે સફળતાના સોપાન સર કર્યા છે. શાળામાં બપોરે રીસેશ દરમિયાન પણ તે અભ્યાસ કરી લેતો હતો. પિતા હર્ષદભાઇ અને માતા જીગીશાબેન ઓછુ ભણેલા હોવા છતાં પુત્ર હર્ષીલને ભણાવવા કોઇ કસર બાકી રાખી નથી. હર્ષીલે તેની સફળતાનો શ્રેય મીત્રો, પરિવારજનો અને ખાસ કરીને શાળાના સંચાલકો અને નિષ્ણાત શિક્ષકોને આપ્યો છે. હર્ષીલ ને ભવિષ્ય માં કોમ્પ્યૂટર એન્જિનિયર બની આઇટી ક્ષેત્રે કારકીર્દી બનાવવાની ઇચ્છા છે
રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
લીંબડી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






