સાયબર એજન્સીની ચેતવણી,ડેટા-ચોરીથી સાવધાન રહો….

0
110

ન્યુ દિલ્હી,
તા.૨૮/૦૩/૨૦૧૮

ભારતની રાષ્ટ્રીય સાયબર સિક્યોરિટી એજન્સીએ ઇન્ટરનેટના વપરાશકર્તાઓને તેમની મોબાઈલ એપ્લીકેશન કે સોશિયલ મીડિયા નૅટવ‹કગ સાઈટ પર તેમની આધાર કાર્ડ સહિતની અંગત વિગતો મૂકી ડૅટાની ચોરી કરતા લોકોને આમંત્રણ ન આપવાની ચેતવણી આપી છે.

ફૅસબુક ડૅટા ચોરીનો વિવાદ તીવ્ર બની રહ્યો હોવા વચ્ચે કમ્પ્યુટર ઇમર્જન્સી રિસ્પોન્સ ટીમ-ઇન્ડિયા (સીઈઆરટી-ઇન્ડિયા)એ વપરાશકર્તાઓને તેમની અંગત માહિતી મોબાઈલ એપ્લીકેશન કે સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર શૅર ન કરવાની સલાહ આપી છે.

દેશની ઈન્ટરનેટ સેવાઓ સંબંધિત ગુનાઓ, હૅકિંગ પર લગામ તાણવા સીઈઆરટી કામ કરે છે. વપરાશકર્તાઓએ સોશિયલ મીડિયા નૅટવર્ક સાઈટ તેમ જ મોબાઈલ ઍપ પર પાસવર્ડ, પિન નંબર, આધારકાર્ડ, પાસપોર્ટની સહિતની અંગત વિગતો શૅર ન કરવી જાઈએ, એમ તેમણે કહ્યું હતું. તાજેતરમાં ફૅસબુકના ડૅટાની થયેલી ચોરીની ઘટનાને પગલે તેમણે આ સૂચનાપત્ર બહાર પાડ્યો હોવાનું એજન્સીએ કહ્યું હતું.

રાજકીય પક્ષો વપરાશકર્તાઓની આ વિગતોનો ઉપયોગ ચૂંટણીમાં તેમના વિજયની શક્યતા વધુ ઉજળી કરવા કરતા હોવાના અહેવાલને પગલે આ નાટિસ બહાર પાડવામાં આવી હોવાનું તેમણે કહ્યું હતું.

તેમની માહિતી ચોરાઈ હોવાની શંકા જાય તો વપરાશકર્તાઓને તેની ફરિયાદ પોલીસની સાયબર શાખામાં કરવાનું સૂચન કરવામાં આવ્યું હોવા ઉપરાંત શું કરવું અને શું ન કરવું તેની પણ જાણકારી સૂચનાપત્રમાં આપવામાં આવી હોવાનું તેમણે કહ્યું હતું. અજાણ્યા અને અવિશ્ર્વાસુ સ્રોતો તરફથી મળતા સંદેશાઓ ન ખોલવાની તેમ જ સરળતાપૂર્વક ઉકેલી ન શકાય તેવા પાસવર્ડનો ઉપયોગ કરવાની પણ તેમણે સલાહ આપી હતી. ન વપરાતા અકાઉન્ટનો દુરુપયોગ થઈ શકે એમ હોવાને કારણે તેને બંધ કરી દેવાની પણ સૂચનાપત્રમાં વપરાશકર્તાઓને સલાહ આપવામાં આવી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY