સુરેન્દ્રનગર ના નવનિયુક્ત પો.અધિક્ષકે દારૂ જુગાર અને અન્ય ગુન્હા બાબતે ડીઆઈજી

0
27

સંદીપસિંગ ની ઝીરો ક્રાઇમ ટોલોરન્સ ની નીતિ બાબતે કડક પગલાં ભર્યા.

પ્રોહીબિશનના બુટલેગરો ઉપર વોચ રાખવા તથા જિલ્લાના જુગારીઓ પર વોચ રાખવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે. જે અનુસંધાને સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ અધિકારીઓને જૂગાર ના કેસો શોધી કાઢી, જુગારની બદી નાબૂદ કરવા માટે સૂચનાઓ કરવામાં આવેલ છે….

લીંબડી ડિવિઝનના ડી.વાય.એસ.પી. પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પાણશીણા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સ.ડી.જે.વાઘેલા તથા એ.એસ.આઇ એમ.બી.જાડેજાનાઓને બાતમી મળેલ કે, પાણશીણા પો.સ્ટે.ના પાણશીણા ગામે ભોગાવા નદીના કાઠે સ્મશાનની પાછળના ખરાબામાં જુગાર રમાય છે,…

પાણશીણા પોલીસને મળેલ બાતમી આધારે લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પાણશીણા પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ એમ.બી.જાડેજા તથા સ્ટાફના પો.હેઙ.કોન્સ. સી.પી.બાવળીયા તથા પો.કોન્સ નવઘણભાઇ માવજીભાઇ તથા પો.કોન્સ.કુલદીપસિંહ ઝાલા તથા પો.કોન્સ અમીતભાઇ કાનજીભાઇ સહિતની ટીમ દ્વારા ઉપરોકત પાણશીણા ગામે ભોગાવા નદીના કાઠે સ્મશાનની પાછળ જાહેરમાં આરોપીઓ (1) હોઠીભાઇ સ/ઓ નરેશભાઇ ગટુરભાઇ સોલંકી ઉ.વ.19, (2) વિનોદભાઇ S/O મુળજીભાઇ મહેન્દ્રભાઇ સાણંદિયા જાતે કુંભાર ઉ.વ. 34, (3) કાળુભાઇ ઉકાભાઇ દેત્રોજા જાતે ચુ.કોળી ઉ.વ. 52 રહે. તમામ પાણશીણા તા. લીંબડી જી. સુરેન્દ્રનગરને જાહેરમાં જુગાર રમતા રોકડા રૂ.7,400/- તથા મોબાઇલ ફોન નંગ 02 કિ.રૂ. 1,500/-મળી, કુલ કિંમત રૂ. 8,900/- તથા જુગારના સાહિત્ય સાથે મળી આવતા, પાણશીણા પો.સ્ટે ખાતે ગુન્હો રજિ. કરી આરોપીઓ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે….

દીપકસિહ વાઘેલા
લીંબડી,9825591366

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY