ડાયમંડ એક્સપોર્ટ કંપની પર આઈટીના દરોડાથી હીરા ઉદ્યોગકારોમાં ફફડાટ

0
54

સુરત,તા.૨૮
મુંબઈ ખાતે ડાયમંડ કંપની પર વહેલી સવારથી આઈટીના સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના ભાગ રૂપે સુરતના કતારગામ રોડ પર આવેલી કંપનીની ઓફિસ પર સવારથી જ આઈટીના અધિકારીઓએ સર્વેની કામગીરી હાથ ધરી છે. જેથી સ્થાનિક હીરા ઉદ્યોગકારોમાં પણ ફફડાટની લાગણી ફેલાઈ છે.
મુંબઈ ખાતેથી રિટર્ન ફાઈલ કરતી જનની એક્સોપોર્ટની કતારગામ રોડ ખાતે આવેલી ઓફિસ પર આઈટીના અધિકારીઓએ સર્વેની કામગીરી હાથ ધરી હતી. જેમાં આઈટીના અધિકારીઓએ મુંબઈની સાથે સુરતની કંપનીમાં પણ ડોક્યુમેન્ટના સર્વેનું કામ શરૂ કરતાં સ્થાનિક હીરા ઉદ્યોગકારોમાં ફફડાટ ફેલાયો હતો. છેલ્લા ઘણા સમયથી હીરા ઉદ્યોગ પર આઈટીના કોઈ દરોડા પડ્યાં નથી. ત્યારે મુંબઈથી રિટર્ન ફાઈલ કરતી કંપનીની મુંબઈ, સુરત સહિતની ઓફિસ અને રહેણાંક સ્થળો પર આઈટીએ સર્વેની કામગીરી મોટાપાયે શરૂ કરતાં હીરા ઉદ્યોગ સહિતના ઉદ્યોગકારોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY