મને દિકરી જન્મે એવી દુઆ કરજો: સાનિયા મિર્ઝા

0
50

ન્યુ દિલ્હી,તા.૨૮
વિશ્વ વિખ્યાત ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા ગર્ભવતી છે. મુંબઈમાં આયોજીત મહિલા વિકાસ અને ગર્લ ચાઇલ્ડના ઈવેન્ટમાં સાનિયાએ લોકોને જણાવ્યું કે તેણીને દિકરી જન્મે તેવી પ્રાર્થના કરજા. સાનિયાએ જણાવ્યું કે તેઓ બે બહેનો હોવા છતા ક્યારે પણ તેમને ભાઈની ખોટ વર્તાઇઇ નથી. જા કે ભાઇ ન હોવાની વાત પર લોકો અફસોસ વ્યક્ત કરતા હતા. સાનિયાએ ૬ વર્ષની ઉંમરથી ટેનીસ રમવાનું શરૂ કર્યું હતું. ઘરે આવતા-જતા લોકો શોર્ટ સ્કર્ટ પહેરીને રમવા પર સાનિયાને અનેકવાર ટોકતા.
સાનિયાએ આગળ જણાવ્યું કે, ” જ્યા પણ જાઉ છું ત્યાં લોકો દિકરો થવાની જ દુઆ કરે છે. આપણા સમાજનું માઇન્ડ સેટ થઈ ગયું છે અને આપણે આ વિચારથી બહાર નિકળવું પડશે. હું બધાને એજ કહું છું કે મને દિકરીના આશિષ આપે. પુત્ર થવાની દુઆ ન કરો”. પોતાની વાત આગળ વધારતા સાનિયાએ કહ્યુ કે આપણે જે નારીવાદની વાત કરીએ છીએ એ નારીવાદ શું છે?. જા પુરૂષો માટે આવો કોઈ શબ્દ નથી તો સ્ત્રીઓ માટે આ ફેમનિઝમ કેમ છે? હું કોઇ ફેમનિસ્ટ નથી, પરતું આ સમાજમાં જે કંઈ પણ છે તેમાં તમામ પર સમાન અધિકાર ધરાવું છું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY