ભારત ઓસ્ટ્રેલિયામાં આ વખતે નહીં જીતે તો પછી કિયારેય નહીં જીતી શકે : ડીન જોન્સ

0
30

મેલબોર્ન,તા.૩૦
ઓસ્ટ્રેલિયાના પૂર્વ બેટ્‌સમેન ડીન જોન્સના મતે આ વખતે ઓસ્ટ્રેલિયાની ટીમ ટેસ્ટ શ્રેણીમાં ભારતને હરાવી શકશે નહીં. જાન્સે કહ્યું હતું કે સ્ટિવ સ્મિથ અને ડેવિડ વોર્નર વગર ઓસ્ટ્રેલિયાની ટીમ એટલી મજબુત જણાતી નથી. જેથી ભારત પાસે ઓસ્ટ્રેલિયામાં પ્રથમ ટેસ્ટ શ્રેણી જીતવાની શાનદાર તક છે. જાન્સે ભારતીય સુકાની વિરાટ કોહલીને ઉશ્કેરણી ના કરે તેવી સલાહ આપી છે.
જાન્સે સિડની મોર્નિગ હેરાલ્ડને કહ્યું હતું કે જા ભારત આ વખતે શ્રેણી નહીં જીતી શકે તો તે ઓસ્ટ્રેલિયામાં કિયારેય જીતી શકશે નહીં. ભારત દરેક ફોર્મેટમાં ઓસ્ટ્રેલિયા કરતા ઘણું આગળ છે. પણ તેમને આવિશ્વાસ છે કે નહીં તે ખબર નથી. શું ભારતના ફાસ્ટ બોલરો અપેક્ષા પ્રમાણે ખરા ઉતરી શકશે.
જાન્સે કહ્યું હતું કે મને લાગે છે કે ભારત ૨-૦ અથવા ૩-૦થી જીતશે. કારણ કે મને નથી લાગતું કે ઓસ્ટ્રેલિયા એકપણ ટેસ્ટ જીતી શકે. ઓસ્ટ્રેલિયાને તેની ધરતી ઉપર હરાવવું ઘણું મુશ્કેલ છે પણ આ ટીમમાં સ્મિથ અને ડેવિડ વોર્નર નથી. જે ઓસ્ટ્રેલિયાના રનના ૪૦ ટકા બનાવે છે. તેમનું સ્થાન કોણ લેશે.
બોલ ટેમ્પરિંગ વિવાદ પછી ઓસ્ટ્રેલિયાનું મેદાન પરની વર્તુણક ચર્ચામાં છે. આક્રમકતાથી સમજુતી કરાવા બદલ ટીમની ટિકા થઈ રહી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY