સુરત,તા.૧૩
શહેરના યોગી ચોક ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. યોગી ચોકમાં આવેલા પેરેડાઈઝ એપાર્ટમેન્ટમાં ડિમોલિશન કરવામાં આવતા સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.
ગેરકાયદેસર બાંધકામનુ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિમોલિશન કરવાનુ હતુ. મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા ડિમોલિશન કરવામાં આવતા સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો. મામલો ઉગ્ર થતા પોલીસકર્મીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, હાઇકોર્ટની ફટકાર બાદ અમદાવાદ, સુરત, ભાવનગર, વડોદરા સહિત અનેક જિલ્લાઓમાં દબાણ હટાવોની ઝૂંબેશ ચાલી રહી છે. જેમાં ગેરકાયદેસર કરાયેલ દબાણોને હટાવવામાં આવી રહ્યા છે.
ત્યારે સુરતમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી ડિમોલિશન ચાલી રહ્યું છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યોગી ચોક ખાતે દબાણ હટાવવામાં આવ્યું હતું.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




