દેશનુ ન્યાયતંત્ર ખતરામાં,ચૂંટણી પંચ સ્વતંત્ર નથી અને મિડીયા પણ ડરેલુ છે : યશવંતસિંહા

0
85

પટના,
તા.૨૧/૪/૨૦૧૮

અંતે યશવંત સિંહાએ ભાજપને અલવિદા કહ્યું અને રાજનીતિમાંથી સંન્યાસ પણ લીધો

અમારી લડાઈ ચાલુ રહેશે,દેશની પરિસ્થતિઓને કારણે તમારી સામે આવ્યો છું

ભાજપના વરિષ્ઠ નેતા યશવંત સિન્હા અંતે પાર્ટીથી અલગ થઈ ગયાં છે. શનિવારે તેઓએ પાર્ટી છોડવાની જાહેરાત કરી છે. આ પ્રસંગે યશવંત સિન્હાએ જણાવ્યું કે, “આજે દેશમાં લોકશાહી પર ખતરો જાવા મળી રહ્યો છે. આપણે આ સ્થિતિ અંગે મળીને વિચાર વિમર્શ કરવો જાઈએ.” યશવંત સિન્હા દેશના નાણા પ્રધાન રહી ચુયાં છે. તેઓ છેલ્લાં કેટલાંક દિવસથી વડાપ્રધાન મોદી અને કેન્દ્ર સરકારની કાર્યશૈલી અને નીતિઓથી નારાજ જાવા મળી રહ્યાં છે. જે અંતર્ગત તેઓ મોદી સરકાર અને ભાજપ પર શાબ્દક પ્રહારો અને લેખિત રીતે પણ વ્યંગ કરી ચુક્યા છે. પટનામાં રાષ્ટમંચના પહેલાં અધિવેશનમાં તેઓએ પોતાના રાજીનામા માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહને જવાબદાર ગણાવ્યાં હતા. છેલ્લાં ઘણાં સમયથી એવી અટકળ હતી કે યશવંત સિન્હા ટૂંક સમયમાં જ ભાજપ છોડી શકે છે. આ પહેલાં પણ તેઓએ રાષ્ટમંચ બનાવવાની જાહેરાત કરી હતી.

યશવંત સિન્હાએ કહ્યું કે, “હું અહીં ચૂંટણી નથી લડવાનો. આમ પણ તમે સૌ કોઈ જાણો છો કે અહીંથી ૪ વર્ષ પહેલાં મેં ચૂંટણી રાજનીતિથી સંન્યાસ લઈ લીધો છે. મેં મનાઈ કરી દીધી હતી કે ૨૦૧૪ની લોકસભા ચૂંટણી નહીં લડું. તો મારા મનમાં આજ વાત હતી કે હવે ચૂંટણી રાજનીતિમાં ભાગ નહીં લઉં. કેટલાંક લોકોએ સમજ્યું કે મેં ચૂંટણી રાજનીતિથી પોતાને અલગ કરી દીધા છે તો લગભગ મારા દિલની ધડકન બંધ થઈ ગઈ. પરંતુ મારા દિલની ધડકન બંધ નથી થઈ, આજે પણ દેશ માટે ધડકે છે. એટલે જ જ્યારે પણ દેશનો સવાલ આવશે તો હું પીછેહટ નહીં કરું. આગળ વધીને તેમાં ભાગ લઈશ, કેમકે દેશનો સવાલ છે.”

યશવંત સિન્હાએ કહ્યું કે, “જો તમારી સામે ઊભો છું તો એ માટે ઊભો છું કે દેશની પરિસ્થતિ આજે જે છે તે અંગે તમારે અને મારે મળીને વિચાર કરવો જરૂરી છે. આપણાં કેટલાં સાથીઓ અહીં છે. અમે બધાં મળીને એક મંચ બનાવીએ છીએ, જેનું નામ છે રાષ્ટમંચ. અમે પહેલાં જ કહ્યું છે કે આ કોઈ રાજકીય દળ નથી. કે અમારો કોઈ ઈરાદો પણ નથી કે અમે કોઈ રાજકીય પક્ષ બનાવીએ. પરંતુ, દેશની પરિસ્થતિને જાતાં કેટલીક ચિંતા થઈ રહી છે, જે અંગે જા આપણે આજે ચૂપ રહ્યાં તો આવનારા દિવસોમાં આવનારી પેઢીઓ આપણને દોષિત માનશે કે તમે મૌન કેમ રહ્યાં હતા. રાષ્ટમંચનું નિર્માણ એટલે જ થઈ રહ્યું છે. દોસ્તો… જાણી જાઈને મિત્રો નથી કહી રહ્યો. આજે આપણે સૌ એકઠાં થયા છીએ તો એટલા માટે કે આપણને સૌને લાગે છે કે જે પ્રજાતંત્ર છે તે ખતરામાં છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY