બાંગ્લાદેશમાં ખાલિદા જિયાને ચૂંટણી લડવા પર રોક

0
11

ઢાકા,તા.૯
બાંગ્લાદેશના બે વખત પ્રધાનમંત્રી રહી ચૂકેલા ખાલિદા જિયા, જે ભ્રષ્ટાચારના કેસમાં ગત ફેબ્રુઆરી મહિનાથી જેલમાં બંધ છે.
બાંગ્લાદેશના પૂર્વ પ્રધાનમંત્રી અને બાંગ્લાદેશ નેશનલ પાર્ટી (બીએનપી)ના અધ્યક્ષ બેગમ ખાલિદા જિયાને મોટો ફટકો પડ્યો છે. ચૂંટણી આયોગે જેલમાં બંધ ખાલિદાની ચૂંટણી લડવાની અરજીને નકારી કાઢી છે. તેના કારણે તેમના ચૂંટણી લડવાની અપેક્ષાઓ પર પાણી ફરી વળ્યું છે.
ચૂંટણી આયોગે ૪-૧ના મત દ્વારા આ અરજીને નકારી કાઢી છે. મુખ્ય ચૂંટણી કમિશન (સીઈસી) સહિત ૩ કમિશનોએ ખાલીદાની અરજીનો વિરોધ કર્યો હતો જયારે એક કમિશને તેનું સમર્થન કર્યું હતું.
આ પહેલાં બાંગ્લાદેશની હાઈકોર્ટે ૭૩ વર્ષીય ખાલિદાને ૩૦ સપ્ટેમ્બરે યોજાનારી ચૂંટણી માટે આવું જણાવી તેમને ચૂંટણી લડવા માટે અયોગ્ય જાહેર કર્યા હતા કે ૨ વર્ષથી વધુ સજા મેળવેલા લોકો, જેમની અરજી કોર્ટમાં સ્થગિત છે તે ચૂંટણી લડી શકે નહી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY