મેઘા પાટકર સમાજ માટે કામ કરે છે,બીજેપીની કરણી અને કથનીમાં તફાવત છે નર્મદા માટે ગુજરાત મેઘા પાટકરનું આભારીઃ પરેશ ધાનાણીનું વિવાદિત નિવેદન

0
31

ગાંધીનગર,તા.૪
નર્મદા વિવાદ અંગે પરેશ ધાનીણીએ ભાજપ સરકાર પર પ્રહાર કર્યા. પરેશ ધાનીણીએ કÌšં કે, નર્મદા મુદ્દે બીજેપી સરકારની નીતિ ચોરી પર સિનાચોરી સમાન છે. પરેશ ધાનાણીએ ખુલ્લેઆમ મેઘા પાટકરનું સમર્થન કરી કહ્યુ કે, ગુજરાતને નર્મદાનું પાણી મોડુ મળ્યું તેના માટે મધ્યપ્રદેશની બીજેપી સરકાર જવાબદાર છે. ૨૦૦૬માં પીએમએ પુનઃસ્થાપન ન કરતા તેની ઊંચાઈ વધારવામાં વિલંબ થયો છે. નર્મદા ગુજરાતની જીવાદોરી હોવાથી તેના પર કોઈ રાજનીતિ ન થી જાઈએ. જ્યારે ભાજપ સરકારે તેના પર રાજકારણ રમી ગુજરાતની પ્રજાને નર્મદાનું પાણી મોડુ પહોંચાડ્યું.
પરેશ ધાનાણીએ મધ્યપ્રદેશની શિવરાજસિંહ ચૌહાણ પર પ્રહાર કરતા કહ્યુ કે, ૨૦૦૬થી ૨૦૧૪ સુધી એમપી સરકાર પુનઃસ્થાપનમાં નિષ્ફળ રહી. જેને કારણે મુદ્દો આખરે કોર્ટ સમક્ષ આવ્યો. ગુજરાતે હજુ પણ એમપી સરકાર પાસેથી કરોડો રૂપિયા લેવાના બાકી નીકળે છે. આ સરકારની ખરાબ નીતિના કારણે રાજ્ય સરકારની તીજારી પર રૂ. ૭૦૦ કરોડનો બોજા પડ્યો છે.
પરેશ ધાનાણીએ મેઘા પાટકરનું સમર્થન કરતા કહ્યુ કે, ગુજરાત રાજ્ય મેઘા પાટકરનું આભારી છે. મેઘા પાટકરે એમપીમાં નર્મદાની ઊંચાઈ વધારવાના નિર્ણયનો વિરોધ કર્યો હતો. તેમણે નર્મદાની ઊંચાઈ વધારતા જે લોકોને પોતાના ઘરબાર છોડવા પડ્યા હતા, તેમના પુનઃસ્થાપન માટે આંદોલન ચલાવ્યું હતું. મેઘા પાટકરને રાજીવ સાતવજીએ પણ સમર્થન આપ્યું હતું, ગુજરાત તેમનું પણ આભારી છે. એમપીએ ૨૦૦૬માં પહેલા પુનઃસ્થાપનનું કામ પૂર્ણ કરવાનું હતું, પરંતુ સરકાર કેટલાએ વર્ષો સુધી પુનઃસ્થાપન કરવામાં નિષ્ફળ રહી તેના માટે આખરે આંદોલન કરવું પડ્યું હતું. આથી સ્ઁની મ્ત્નઁ સરકારના કારણે નર્મદાના પાણી ગુજરાતને મોડા મળ્યા.
પરેશ ધાનાણીએ બીજેપી પર પ્રહાર કરતા કહ્યુ કે, શું આ ગંભીર બેદરકારી માટે મ્ત્નઁ શિવરાજસિંહ ચૌહાણનું રાજીનામું માગશે ? પરેશ ધાનાણીએ કÌšં હું કોઈ ચહેરાનું સમર્થન નથી કરતો, પરંતુ ૨૦૧૭નાના આંદોલનના પ્રતાપે જ ગુજરાતને લાભ થયો. હું મેઘા પાટકરનો આભાર વ્યક્ત કરૂ છું, જેમના કારણે ગુજરાતની જનતાને ફાયદો થયો છે. રાજવ સાતવ અને મેઘા પાટરના આંદોલનના પ્રતાપે એમપીની સરકારને પુનઃસ્થાપન કરવાની ફરજ પડી હતી. ત્યારબાદ જ ડેમમાં પાણી ભરાવવાનું શરૂ થયું હતું.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY