ધ્રાંગધ્રા ના મેઇનબજાર મા બે દુકાન ના તાળા તુટયા તસ્કરો રોકડ લુટી રફુચકર

0
66

ધ્રાંગધ્રા શહેરના નાની બજાર વિસ્તારમાં કંદોઈની દુકાનના રાત્રે તાળા તોડી ચાર હજારની રોકડની ચોરી કરી લઈ ગયા હતા. જ્યારે સામેની દરજીની દુકાન તાળા તોડી ચોરીનો પ્રયાસ કરવાંમા આવ્યો હતો. આથી સીટી પોલીસ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. ધ્રાંગધ્રા શહેરના ચોવીસ કલાક વાહનોથી અને લોકોની અવરજવર વાળા નાની બજાર વિસ્તારમાં આવકાર ફરસાણની દુકાનના કોઈ શખ્સોએ તાળા તોડ્યા હતા. ત્યાર બાદ દુકાનના કાઉન્ટરમાંથી 4000 ચોરી કરી લઈ ગયા હતા.
આ ઉપરાંત નાની બજાર વિસ્તારની એક દરજીની દુકાનના તાળા તોડી ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સવારમાં દુકાનનુ શટર ઉચુ જોતા દુકાનના માલીક દ્વારા આ અંગે સીટી પોલીસને જાણ કરી હતી. આથી સીટી પોલીસ ઘટના સ્થળે દોડી આવી દુકાનનું નિરિક્ષણ કરી તપાસ હાથ ધરી છે. આમ ધ્રાંગધ્રા શહેરમાં એક સાથે બે દુકાનમા ચોરીનો બનાવ બનતા લોકોમા ભયનો માહોલ છવાઈ ગયો છે. સિટી પોલીસમાં ચોરીના આ બનાવ અંગેની ફરીયાદ નોંધવામાં આવી નથી.

રીપોટર : દીપકસિંહ વાઘેલા, લીંબડી
9825591366

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY