સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના પાંચવડા ખાતે રહેતા અને ખેતીકામ કરતા ફરિયાદીની સગીર વયની દીકરીને પાંચવડા ગામના જ આરોપી વિજયભાઈ હરિરામ બાવાજી લગ્ન કરવાની લાલચ આપી, બદકામ કરવાના ઇરાદે અપહરણ કરી, ભગાડી ગયેલ હતો. બામણબોર પોલીસ સ્ટેશન ખાતે આરોપી વિજય હરિરામ બાવાજી વિરુદ્ધ ઇન્ડયન પીનલ કોડ તથા પોકસો એકટ મુજબની ફરિયાદ થતા ગુન્હો નોંધવામાં આવેલ હતો. આ ગુન્હાની તપાસ ચોટીલા સર્કલના ઇન્ચાર્જ સર્કલ પી.આઈ. પી.ડી.પરમાર તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ હતી. આ ગુન્હામાં સંડોવાયેલ આરોપી તથા ભોગ બનનાર સગીર છોકરીની પોલીસ દ્વારા તપાસ કરવા છતાં મળી આવતા ના હતા અને નાસતા ફરતા હતા. આમ, તે સંબંધે તપાસ કરવા છતાં આરોપી તથા ભોગ બનનારનો કોઈ પતો લાગતો ના હતો.
ગુન્હાની ગંભીરતા ને ધ્યાને લઇ, સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડા દિપક કુમાર મેઘાણી દ્વારા આ ગુન્હામાં સંડોવાયેલ આરોપી તથા ભોગ બનનારને તાત્કાલિક પકડી પાડવા અને સખત કાયદાકીય કાર્યવાહી કરવા માટે સૂચનાઓ આપવામાં આવેલ હતી.
લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ બાતમીદારો તથા ટેકનીકલ સોર્સથી બાતમી મળેલ કે, ચોટીલા પાંચવડા ખાતેથી ભાગેલ સગીર છોકરી તથા આરોપી રાજકોટ ખાતે વેલનાથ સોસાયટીમાં રહે છે અને કામ શોધવા ફરે છે, જે મળેલ માહિતી ટેકનીકલ સોર્સ આધારે વેરીફાઈ કરવામાં આવતા, આરોપી રાજકોટ હોવાની હકીકત મળતા, ચોટીલાના ઇન્ચાર્જ સર્કલ પી.આઈ. પી.ડી.પરમાર તથા પી.એસ.આઈ. ચંદ્રકાન્ત માઢક તથા સ્ટાફના હે.કો. હરદેવસિંહ, ઘનશ્યામભાઈ, જુવાનસિંહ, વસંતભાઈ, રાયધનભાઈ, વિલાશબેન તથા શિલ્પાબેન ડ્રાઇવર ભગુભાઈ સહિતના સ્ટાફની ટીમ દ્વારા મળેલ માહિતી આધારે આ ગુન્હાના આરોપી વિજયભાઈ હરિરામ બાવાજી ઉવ. 27 હાલ રહે. પાંચવડા, તા. ચોટીલા જી. સુરેન્દ્રનગરને રાજકોટ ખાતેથી શિવધારા, વેલનાથ સોસાયટી ખાતેથી પકડી પાડી, ધરપકડ કરવામાં આવેલ છે. આરોપીની સાથે ભોગ બનનાર પણ મળી આવતા, તેને પણ સાથે લાવવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી વિજય હરિરામ બાવાજીની પૂછપરછ કરવામાં આવતા, પોતાને ભોગ બનનાર સાથે પ્રેમ સંબંધ હોઈ, સગીર છોકરીની મરજીથી ભાગી ગયેલ હોવાની કબૂલાત કરવામાં આવેલ છે ચોટીલાના ઇન્ચાર્જ સર્કલ પી.આઈ. પી.ડી.પરમાર તથા સ્ટાફ દ્વારા આરોપીની મેડિકલ તપાસણી કરી, વધુ પૂછપરછ હાથ ધરેલ છે. વધુ તપાસ ઇન્ચાર્જ સર્કલ પી.આઈ. પી.ડી.પરમાર તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.
ચોટીલા પોલીસ દ્વારા ચોટીલા પોલીસ સ્ટેશન ખાતેના સગીર છોકરીના લગ્નની લાલચ આપીને કરવામાં આવેલા અપહરણના ગુન્હાના આરોપી અને ભોગ બનનારને પકડી પાડી, ધરપકડ કરવામાં આવેલ છે.
રિપોર્ટર : દીપકસિંહ વાઘેલા
લીંબડી.
મો. 98255 91366
મો. 70161 70844
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"