ધ્રાંગધ્રા હાઇવે પર નામચીન શખ્સ ના અકસ્માત બાદ પરીવાર જનો દ્વારા ન્યાયીક તપાસની માંગ સાથે રજુવાત.

0
105

જતવાડ ના નામચીન શખ્સ અને માલવણ ટોલનાકા ના સીક્યુરીટી કોન્ટ્રાક્ટર ધોળામુન્ના ઉફેઁ નશીબખાન જીવાજી મલેક નુ ગત 26એપ્રીલ ના રોજ શંકાસ્પદ મોત થયુ હતુ જે બાબતે ફરીયાદ કરી એમ.પી પાસીઁગ ના ચાર અજાણ્યા ટ્રકો વિરુધ્ધ ફરીયાદ હાથ ધરાઇ હતી. ફરીયાદ ના કલાકો માજ એમ.પી પાસીઁગ ના આ શંકાસ્પદ ટ્રક ચાલકો ને ઝડપી પડાયા હતા જ્યારે ટ્રકો નો કબ્જો પણ જીલ્લા એલ.સીબી દ્વારા તાલુકા પોલીસને સોપી દેવાયો છે ત્યારે પોલીસ દ્વારા હજુ સુધી આ ટ્રક ચાલકો ની પુછપરછ શરુ હોવાની વાત કરતા 48 કલાક જેટલો સમય વિતાવી દીધો છે પરંતુ પોલીસ ની ઇનક્વાયરી પુરી થવાનુ નામ નથી લેતી ત્યારે જતવાડના આ નામચીન ધોળામુન્ના ના મોત મામલે તેઓના પરીવારજનો દ્વારા તટસ્થ અને ન્યાયીક તપાસ ની માંગ સાથે ધ્રાગધ્રા તાલુકા પોલીસ ને રજુવાત કરાઇ હતી. ધોળામુન્ના ઉફેઁ નશીબખાન ના તમામ સ્વજનો તથા પરીવારજનો આજે ધ્રાગધ્રા પોલીસ સ્ટેશને આવી પી.આઇ રાઠવા ને મૌખીક રજુવાત કરી હતી જેમા મૃત્યુ પામનાર ધોળામુન્નો ઉર્ફે નશીબખાન ના સગાબેન દ્વારા જણાવ્યુ હતુ કે તેઓના ભાઇ ના મોત ને આજે ચારેક દિવસ થઇ ચુક્યા છે તથા અકસ્માત કરેલા ટ્રક ડ્રાઇવરો ને પકડી પાડ્યા ને પણ ઘણો સમય વિતી ગયો છતા પોલીસ દ્વારા ખુલાશો કેમ કરવામા આવતો નથી ? સાથે નશીબખાન મલેક નુ મોત શંકાસ્પદ હોય અને આ કેસ અકસ્માત નો નહિ પરંતુ ષડયંત્ર કરી હત્યા નુ પહેલા થી જ કાવતરુ ઘડાયા બાદ જ બદ ઇરાદો પાર પડાયો હોવાનુ જણાવ્યુ હતુ. જ્યારે નશીબખાન મલેક ના દિકરી રીંકુ દ્વારા ધારદાર રજુવાત મા જણાવાયુ હતુ કે પોતાના પિતાની મોતની તપાસ ન્યાયીક થાય તથા આ બનાવ અકસ્માત મા ખપાવવા માટે કોશીસ ન થાય પોલીસ તેની કાળજી રાખે અન્યથા તેઓને અહિંસક આંદોલનો કરવા પડશે જેથી પોલીસ પાસે હાલ નશીબખાન મલેક ના તમામ પરીવારજનો ન્યાયીક તપાસની માંગ કરી શાંતિ પુવઁક રજુવાત કરી હતી. ત્યારે પી.આઇ રાઠવા દ્વારા પણ આશ્વાસન અપાયુ હતુ કે પોલીસ દ્વારા આ કેસની જીણવટ ભરી તપાસ કરી તેઓને ન્યાય મળે તે માટે પુરી કોશીસ કરવામા આવશે.ન્યાયીક તપાસ ની રજુવાત માટે મૃત્યુ પામનાર નશીબખાન મલેક ના સગા બહેન બિલકીસબેન,રીંકુબેન મલેક(દિકરી),ઇદ્રીશખાન,યુનુશખાન હયાતખાન, સિકંદરખાન અયુબખાન સહિતનાઓ તમામ ગેડીયા ગામના સ્વજનો મોટી સંખ્યા મા હાજર રહી રજુવાત કરી હતી.

રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા.
લીંબડી. ( જી. સુરેન્દ્રનગર)
મો. 98255 91366

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY