સુરેન્દ્રનગર જીલ્લા ના ધ્રાંગધ્રા ના ઝાલાવાડ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટ તથા ફૂટબોલ નો સમર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું સુરેન્દ્રનગર જીલ્લા નું સૌથી મોટું અને વિશાળ ગ્રાઉન્ડ ની વાત કરીએ તો ધ્રાંગધ્રા માં આવેલું ઝાલાવાડ ગ્રાઉન્ડ ત્યાં અનેક રમતવીરો તનતોડ મહેનત કરી પોતાની નામના કમાવી છે ત્યારે દર વર્ષે બાળકો ના વેકેશન નિમિત્તે ક્રિકેટ સમર કેમ્પનું આયોજન ઝાલાવાડ ગ્રાઉન્ડ માં કરવામાં આવે છે તેમાં ઝાલાવાડ ગ્રાઉન્ડ ના વર્ષો થી કોચ તરીકે ફરજ બજાવતા છોટુભા જાલાનું આગવું સ્થાન ધરાવે છે આ સમર કેમ્પમાં વધારે ઉંમર થઈ ગઈ હોવા છતાંય તેઓ દર વર્ષે સમર કેમ્પ યોજી બાળકો ને સિઝન ક્રિકેટ ની તાલીમ આપે છે અહીંથી જ બાળકો દ્વારા સમર કેમ્પ માં ભાગ લઇ આગળ વધવાની તક મળે છે અહીંથી અનેક ખેલાડીઓ રણજી ટ્રોફી તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માં પસંદગી પણ પામ્યા છે આ ક્રિકેટ સમર કેમ્પ એક મહિના નો હોય છે અને સિઝન ક્રિકેટ ની પ્રેક્ટિસ 365 દિવસ ઝાલાવાડ ગ્રાઉન્ડ સવારે અને સાંજે થાય છે આ જાલાવાડ ગ્રાઉન્ડ માં કોચિંગ તરીકે ફરજ બજાવતા છોટુ ઝાલા ઘણા વર્ષોથી કોચિંગ કરી રહ્યા છે તેમની પ્રેરણાથી અનકે ખેલાડીઓ આગળ વધ્યા છે.
રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા,
લીંબડી. ( જી. સુરેન્દ્રનગર)
મો. 98255 91366
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




