ધ્રાંગધ્રાના ડીસીડબલ્યુ સર્કલે વર્ષોથી બનાવેલ પાણીના પરબ પર લોકો પાણી પી તરસ છીપાવતા હતા. પરંતુ હાલ કાળઝાળ ઉનાળાના સમયે પરબ બંધ થઇ જતા લોકોને મુશ્કેલી પડી રહી છે. આ પાણીની પરબ ચાલુ કરવા માંગ ઉઠી છે. ધ્રાંગધ્રા પંથકમા ઉનાળામાં આભમાંથી અગનગોળા વરસાવતી ગરમી પડેછે. ત્યારે બપોરના સમયે તાપમાન 44 ડિગ્રી ઉપર પહોંચી જાય છે. આવા સમયે વટે માર્ગુ લોકો ને પાણી ની તાતી જરૂરિયાત રહે છે. ત્યારે ધ્રાંગધ્રા ના બાબા સાહેબ આંબેડકર સર્કલ પાસે પીવાના પાણીની પરબ બંધ હોવાથી પાણી પીવા આવતા લોકો નીસાસા નાખી જાય છે.આ પાણીની પરબ ચાલુ કરવાની માંગણી સાથે ડેપ્યુટી કલેક્ટર પ્રજ્ઞાબેન ગોંડલીયાને લેખીત રજૂઆત કરી યોગ્ય કરવા જણાવ્યું હતું. આ અંગે સામાજીક કાર્યકર શાંન્તીલાલ રાઠોડે જણાવ્યું કે પાણીના પરબેઉનાળામાં અનેક લોકો જાય છે. પણ બંધ હોવાથી પાછા ફરેછે.ત્યારે પાણીનું પરબ ચાલુ કરવામાં આવેતો ઉનાળામાં નાના મોટા અનેક લોકોની તરસ છીપાવવાની સાથે રાહત મળે તેમ છે.
તંત્રી લીંબડી ટાઈમ્સ
દિપકસિંહ વાઘેલા
લીંબડી.
મો. 98255 91366
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






