સુરત: શહેરના રહેણાંક વિસ્તારમાં રખડતા ઢોરના ત્રાસથી અકસ્માતની ભીતિ

0
8
રખડતા ઢોરનો ત્રાસ દૂર કરવામાં મ્યુનિ. તંત્ર સદંતર નિષ્ફળ

સુરત મહાનગરપાલિકાનું તંત્ર શહેરમાંથી રખડતા ઢોરનો ત્રાસ દુર કરવામાં સદંતર નિષ્ફળ નિવડયું હોવાથી શહેરમાં ઢોરના કારણે અકસ્માતની ભીતી સતત વધી રહી છે. હાલ શહેરના અનેક રહેણાંક વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ વધી જતાં લોકોની હાલત કફોડી થઈ રહી છે. કાગળ પર રખડતા ઢોર દુર કરવાનો દાવો કરવાની નીતિના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યાં છે. કેટલાક માથાભારે પશુપાલકો અને મ્યુનિ.ના કર્મચારીઓની મીલી ભગતના કારણે આ ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. સુરતના પાલ- પાલનપોર, ડભોલી, ભટાર, કાપોદરા- વરાછા જેવા રહેણાંક વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ ઘટવાના બદલે હવે વધી રહ્યો છે. પાલનપોર-પાલના રહેણાંક વિસ્તારમાં તો ઢોરના ત્રાસના કારણે વાહન ચાલોકની મુશ્કેલી વધી રહી છે. જાહેર રસ્તા પર સંખ્યાબંધ ઢોર ચાલતા હોય ત્યારે ભુલથી કોઈ વાહન ચાલકનું વાહન ઢોરને અડી જાય તો માથાભારે ઢોર માલિકો ચાલકોને ઢીબી નાંખતા હોવાના બનાવ પણ હવે રોજીંદા થઈ ગયાં છે. મ્યુનિ.ની સામાન્ય સભામાં અનેક વખત રખડતા ઢોરની સમસ્યા દુર કરવા માટેની માગણી થઈ રહી છે ભુતકાળમાં રખડતા ઢોરના કારણે કેટલાક મોત થતાં ભારે હોબાળો પણ થયો હતો. જોકે, મ્યનિ.ના માર્કેટ વિભાગ ઢોર પકડવાની કામગીરી કાગળ પર જ કરે છે. જ્યારે કોઈ ફરિયાદ આવે ત્યારે દંડ વસુલ કર્યો છે તેવી માહિતી આપી દે છે પરંતુ કેટલાક કર્મચારીઓની સાંઠગાંઠ ઢોર માલિકો સાથે હોવાથી ઢોર પકડવાની કામગીરી યોગ્ય રીતે થતી ન હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. મ્યુનિ.ના માર્કેટ વિભાગની નબળી કામગીરીના કારણે શહેરમાં રખડતા ઢોરના કારણે અનેક લોકોનો જીવ દાવ પર લાગ્યો હોય તેવો માહોલ છે. જો મ્યુનિ. તંત્ર રહેણાંક વિસ્તારમાંથી રખડતા ઢોરનો ત્રાસ દુર ન કરે તો કાપોદ્રાની જેમ અન્ય વિસ્તારમાં પણ ઢોરના કારણે લોકોનો જીવ જઈ શકે તે શક્યતા નકારી શકાતી નથી.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY