સુરત દુષ્કર્મ કેસ : બાળકીની ઓળખ માટે શહેરમાં ૧૨૦૦ પોસ્ટર્સ લગાવવામાં આવ્યા

0
85

સુરત,
તા.૧૫/૪/૨૦૧૮

પાંડેસરા વિસ્તારમાં મળી આવેલી બાળકીની ઓળખ આઠ દિવસ બદ હજુ સુધી થઇ નથી. આ કેસમાં આોરોપી કે બાળકીનાં પરિવાર સુધી હજુ સુધી પોલીસ પહોંચી શકી નથી. તેથી જ હાલમાં સુરત દુષકર્મ કેસની તપાસ કરી રહેલાં કમિશનર સતિશ શર્માએ કેસને ઉકેલવા માટે બાળકીનાં ૧૨૦૦ પોસ્ટર્સ આખા શહેરમાં લગાવવામાં આવ્યાં છે. જેથી બાળકી શહેરની છે કે પછી બહારની છે તે માલૂમ પડે.

આપને જણાવી દઇએ કે સુરત પોલીસે બાળકીની ઓળખ કરનારને ૨૦,૦૦૦ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી છે. તેમજ માહિતી આપવા માટે ૯૦૮૧૯૯૧૧૦૦ નંબર જાહેર કરવામાં આવ્યો છે. પોલીસને શંકા છે કે આ બાળકી રજ્યની નથી. ૮-૮ દિવસ સુધી નરાધમોએ બાળકી સાથે દુષ્કર્મ કર્યા બાદ તેને અવાવરી જગ્યાએ ગળુ દાબીને મારી નાંખી હતી. આ ઘટનાનો ભોગ બનેલી બાળકીનાં શરીર પર ઇજાનાં ૮૬ નિશાન મળી આવ્યા હતાં.

આ આખી ઘટનામાં સુરત ક્રાઇમ બ્રાંચની વિવિધ ટીમ બનાવવામાં આવી છે જે તાપસમાં જાડાઇ ગઇ છે. આપને જણાવી દઇએ કે છ એપ્રિલનાં રોજ પાંડેસરાનાં જીઆવ-બુડિયા રોડ પરની અવાવરી જગ્યાએથી બાળકીની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. આ બાળકી પર બળાત્કાર ગુજાર્યા બાદ તેનું ગળુ દબાવીને હત્યા કરવામાં આવી હોવાનું પણ પોલીસે જણાવ્યું છે.

આ આખી ઘટના બાદ ન ફક્ત સુરતની પણ દેશની જનતામાં રોષ ભભુકી ઉઠ્યો છે જેને લઇને પોલીસ પણ આ તપાસમાં કંઇ જ ઢીલ રાખવા માંગતી નથી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY