ડોલર સામે રૂપિયો ફરીથી રિકવર : હજુ ચિંતાનું મોજુ

0
420

મુંબઈ, તા. ૨૯
ડોલર સામે રૂપિયો આજે રિકવર થતાં કારોબારીઓમાં નવી આશા જાગી હતી. એશિયન શેરબજારમાં રિબાઉન્ડ અને કરન્સી બજારમાં ઉતારચઢાવ વચ્ચે ફરી એકવાર આશા જાગી છે. ભારતીય રૂપિયો ગઇકાલે ગુરુવારના દિવસે ૬૯ની સપાટીને તોડી દીધી હતી પરંતુ ફરી એકવાર રિકવરી થઇ છે. અમેરિકી ડોલર સામે ૧૮ પૈસા ઘટીને રૂપિયો નવી નીચી સપાટીએ પહોંચી ગયો હતો પરંતુ આજે તેમાં રિકવરી જાવા મળી હતી. રિકવરીના લીધે ફરી એકવાર કારોબારી ગણતરી કરી રહ્યા છે. વિદેશી સંસ્થાકીય મૂડીરોકાણકારો તરફથી ડોલર પ્રવાહ ઘટી રહ્યો છે. વર્ષ ૨૦૧૮ના હજુ સુધી વિદેશી સંસ્થાકીય મૂડીરોકાણકારો દ્વારા ૪૬૧૯૭ કરોડ રૂપિયા ભારતીય માર્કેટમાંથી પાછા ખેંચી લેવામાં આવ્યા છે. છેલ્લા ત્રણ વર્ષમાં રૂપિયાને મજબૂત કરવામાં એફઆઈઆઈની ભૂમિકા મજબૂત રહી છે. વિદેશી પ્રવાહ ઘટી રહ્યો છે. જુદા જુદા મહિનાઓની વાત કરવામાં આવે તો વિદેશી પ્રવાહ સતત ઘટ્યો છે. આંકડા પરથી આ બાબત સ્પષ્ટ થઇ જાય છે. ગુરુવારના દિવસે રૂપિયો ઓલટાઈમ નીચી સપાટીએ હતો જેથી ચિંતા જાવા મળી હતી.
(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY