ગેલનાં મતે કે.એલ. રાહુલ છે વિશ્વનો શ્રેષ્ઠ ઓપનિંગ બેટ્સમેન
ડબલીન,તા.૭
ઈંગ્લેન્ડ અને વેલ્સમાં આવતી ૩૦ મેથી યોજાનાર આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ સ્પર્ધામાં વેસ્ટ ઈન્ડિઝની ટીમના વાઈસ કેપ્ટન તરીકે ક્રિસ ગેલને પસંદ કરવામાં આવ્યો છે. ટીમનો કેપ્ટન જેસન હોલ્ડર છે.
ગેલ ૨૦૧૦ના જૂનમાં વન-ડે ઈન્ટરનેશનલ મેચોની સીરિઝમાં વેસ્ટ ઈન્ડિઝનો સુકાની હતો.
ગેલે કહ્યું કે કોઈ પણ ફોર્મેટમાં વેસ્ટ ઈન્ડિઝનું પ્રતિનિધિત્વ કરવાને હું સદાય મારું ગૌરવ માનતો રહ્યો છું અને આ તો વળી વર્લ્ડ કપ છે, જે મારે મન વિશેષ છે. કેપ્ટનને તથા ટીમના દરેક સાથીને સપોર્ટ કરવાની સિનિયર ખેલાડી તરીકે મારી જવાબદારી રહેશે.
ક્રિસ ગેલના મતે હાલમાં ક્રિકેટમાં સૌથી શાનદાર આૅપનર કે.એલ. રાહુલ છે. રસપ્રદ બાબત એ છે કે, ઓપનર તરીકે અત્યારે ભારતની પહેલી પસંદ રાહુલ નથી. તેને વિશ્વ કપમાં ત્રીજા આૅપનર તરીકે પસંદ કરવામાં આવ્યો છે. ‘યૂનિવર્સ બાસ’નાં નામે જાણીતો ક્રિસ ગેલ અને રાહુલ સાથે કિંગ્સ ઇલેવન પંજાબ માટે આૅપનિંગ કરે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




