કેન્દ્ર સરકારે બેનામી સંપત્તિ બહાર લાવવા શરૃ કરી નવી યોજના
ન્યુ દિલ્હી,તા.૧
બેનામી સંપત્તિઓ પર પંજા કસતા નાણાં મંત્રાલયે એક કરોડ રૂપિયાનું ઈનામ આપવાની યોજના શરૂ કરી છે. જેને પગલે જા કોઈ વ્યક્તિ પ્રોહિબિશન યુનિટ્સમાં કે જોઈન્ટ એડિશનલ કમિશનરની સમક્ષ કોઈ એવી સંપત્તિ વિશે જાણકારી આપે છે તો તેને આ ઈનામ આપવામાં આવશે. નાણાં મંત્રાલયના આદેશ અનુસાર એવી સંપત્તિની જાણકારી આવકવેરા વિભાગના ઈન્વેસ્ટિગેશન ડાયરેક્ટોરેટને આપવાની રહેશે. આમ કરવાથી સંબંધિત વ્યક્તિને વિભાગ તરફથી ૧ કરોડ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે. બેનામી ટ્રાન્જેક્શન ઈન્ફર્મેટ્સ રિવોર્ડ સ્કીમ ૨૦૧૮ હેઠળ આ રકમ માહિતી આપનારને આપવામાં આવશે.
તાજેતરમાં જ સરકારે ૧૯૮૮ના બેનામી એક્ટને સંશોધિત કરીને બેનામી ટ્રાન્જેકટશન એક્ટ,૨૦૧૬ પસાર કરાવ્યો છે. હવે બેનામી સંપત્તિઓની શોધમાં લોકોનો સહયોગ વધારવા માટે સરકારે આ ઈનામી યોજના ઘોષિત કરી છે. બેનામી લેણદેણ અને સંપત્તિઓને ખુલ્લી પાડવા માટે અને આવી સંપત્તિઓને મળતી આવક વિશે સૂચના આપનારા લોકોને આ ઈનામ મળશે.
મંત્રાલય અનુસાર આ સ્કીમનો લાભ વિદેશી નાગરિકો પણ ઉઠાવી શકે છે. બેનામી સંપત્તિઓ વિશે જાણકારી આપનારા શખ્સની ઓળખ પણ ગુપ્ત રાખવામાં આવશે. અને પૂરી રીતે મામલામાં સખ્તાઈ અને ગોપનીયતાનું પાલન કરવામાં આવશે. બેનામી ટ્રાન્જેક્શન ઈન્ફર્મેટ્સ રિવોર્ડ સ્કીમ ૨૦૧૮ વિશે આવકવેરા વિભાગની કચેરી અને તેમની વેબસાઈટ પર પૂરી માહિતી ઉપબલ્ધ કરાવવામાં આવી છે.
એટલું જ નહિં, સરકાર આવકવેરાની ચોરીને ખુલ્લા પાડવા બદલ ૫૦ લાખનું ઈનામ આપવાની પણ ઘોષણા કરી છે. ૧૯૬૧ના આવકવેરા વિભાગ એક્ટ હેઠળ સરકારે ઈન્કમટેક્સ ઈનફર્મેટ્સ રિવોર્ડ સ્કીમ શરૂ કરી છે. એ હેઠળ જા કોઈ વ્યક્તિ ટેક્સ ચોરીના મામલે જાણકારી આવકવેરા વિભાગના તપાસ વિભાગમાં દેશે તો તે આ ઈનામ માટે હકદાર રહેશે.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





