ફેઈથ કેલવરી થીઓલોજીકલ અને મેનેજમેન્ટ એજયુકેશન ની ગ્રેજ્યુએશન સેરેમની યોજાઈ.

0
179

ભરૂચ અને વાગરાના ધારાસભ્યોને માનદ ડોક્ટરેટ પદવી એનાયત કરાઈ હતી.

થીયોલોજીકલ ભરૂચ ખાતે ફેઈથ કેલવરી અને મેનેજમેન્ટ એજયુકેશન કોલેજ ની ગ્રેજ્યુએશન સેરેમની તેમજ સરદાર વલ્લભભાઈ પટેલ કોન્વોકેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.

7

એપોલોસ બાઈબલ યુનિવર્સિટી તેમજ ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટસ કાઉન્સીલ દ્રારા ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર કલા ભવન ખાતે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલની અધ્યક્ષતા ૮ મી ગ્રેજ્યુએશન સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ફેઈથ કલેવરી એજયુકેશનના ચેરમેન ડો,ટી.ઓનકાર,ડો, પી,નોહા યોવાનરાજ,ઈન્ટરનેશનલ હ્યુમન રાઈટસ ના ડો,સન્ની શાહએ ટ્રસ્ટ અને તેમની યુનિવર્સિટીના કાર્યોની માહિતી આપી હતી.

આ ઉપરાંત આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ યોગેશ પટેલ,ઉપ પ્રમુખ ધર્મેશ મિસ્ત્રી, મહામંત્રી ધર્મેશ ભટ્ટ, જાણીતા એડવોકેટ ભુપેન્દ્રસિંહ ગોહિલ સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા જેઓના હસ્તે ડીગ્રી એનાયત કરવામાં આવી હતી.

જ્યારે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ તેમજ વાગરા ના ધારાસભ્ય અરૂણસિંહ રણા સહિત અન્યને માનદ ડૉક્ટરેટ પદવી એનાયત કરવામાં આવી હતી એની સાથે ભરૂચ જિલ્લામાં મીડિયા સેત્રે કામ કરતી ચેનલોના મીડિયા કર્મીઓને સરદાર વલ્લભભાઈ પટેલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે મોટી સાંખ્યમાં ફેઈથ કલેવરી એજયુકેશન ટ્રસ્ટના સભ્યો અને હ્યુમન રાઈટસ ના સભ્યો સહિત મોટી સંખ્યામાં આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતાં.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન, ભરૂચ.
મો:-9537920203.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY