વડોદરામાં બ્રાન્ડેડના નામે નકલી પાવર બેંક વેચતા ચારની ધરપકડ, ૨૦૪ પાવર બેંક જપ્ત

0
57


વડોદરા,તા.૫
ફાઇબર બોક્ષમાં લાપી તથા કાળી માટીના સેલ ભરીને બનાવેલા એમ.આઇ. કંપનીના પાવર બેંકનું વેચાણ કરતી યુ.પી.ની ભેજાબાજ ટોળકીનો વડોદરા શહેર પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે ઝડપી પાડેલી ટોળકીના ચાર સાગરીતો પાસેથી નકલી ૨૦૪ નંગ નકલી પાવર બેંક કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે વડોદરા શહેરના જેતલપુર રોડ ઉપર આવેલા સબર મંઝીલમાં ચારથી પાંચ યુવાનો રહે છે. અને તેઓ એમ.આઇ. કંપનીના નકલી પાવર બેંક વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને વેચી રહ્યા હોવાની માહિતી વડોદરા શહેર એસ.ઓ.જી.ને મળી હતી. માહિતીના આધારે એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પી.આઇ. એચ.એમ.ચૌહાણની સૂચના અનુસાર સ્ટાફે સબર મંઝીલમાં દરોડો પાડ્યો હતો. અને નકલી પાવર બેંકનું વેચાણ કરતી ટોળકીના ચાર સાગરીતો સાદાબ ઝમીલઅહેમદ મલિક (રહે. સરસવા ગામ, યુ.પી.), મહંમદ સદ્દામ ઝમીલ અહેમદ મલિક (રહે. સરસવા ગામ, યુ.પી.), મહંમદ અલશર અલીશેર મલિક (રહે. ધતોલી ગામ, યુ.પી.) અને મહંમદ આકીલ નાઝીરહસન મલિક (રહે. ખતાખેડી ગામ, યુ.પી.)ની ધરપકડ કરી હતી.
આ ઉપરાંત પોલીસે આ ટોળકી જે રૂમમાં રહેતી હતી તે રૂમમાંથી રૂપિયા ૪૦,૮૦૦ની કિંમતના ૨૦૪ નંગ પાવર બેંક, એક મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા ૪૪,૮૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. સબર મંઝીલમાંથી નકલી પાવર બેંક વેચતી યુ.પી.ની ટોળકી ઝડપાતા વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY