ન્યુ દિલ્હી,તા.૨૦
એનસીપી અધ્યક્ષ શરદ પવારે ભાજપ પર આકરા પ્રહાર કરતા જણાવ્યુ કે, જે બંધારણને બદલવાની કોશિશ કરશે તેનો દેશની જનતા જવાબ આપશે. ૧૯૭૫માં ઈમરજન્સી લાગૂ કરનાર પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને દેશની જનતાએ જવાબ આપ્યો હતો. ઈમરજન્સીના કારણે કોંગ્રેસે ૧૯૭૭માં સત્તા ગુમાવી હતી.
શરદ પવારે વધુમાં જણાવ્યુ કે, એનસીપી બંધારણને બદલવાની કોશિશ કરનાર પાર્ટી સામે લડાઈ લડશે. કેન્દ્રીય મંત્રી અનંત કુમાર હેગડેની ટિપ્પણીનો ઉલ્લેખ કરતા શરદ પવારે જણાવ્યુ કે, ભાજપના નેતાઓ સંવિધાનને બદવાવની નીતિ સાથે કામ કરી રહ્યાં છે. ગત્ત વર્ષે અંનત કુમારે હેગડેએ કહ્યુ હતું કે, અમે અહિયા સંવિધાન બદવવા માટે આવ્યા છીએ.
જેને અમે બદલી દેવામાં આવશે. જાકે આ પ્રકારના નિવેદન બાદ અનંત કુમારે માણી પણ માગી હતી. શરદ પવારે વધુમાં કÌšં કે, છેલ્લા ચાર વર્ષમાં મહિલા અને દલિતો પર અત્યાચારની ઘટનામાં વધારો થયો છે. સત્તારૂઢ સરકારને બંધારણ પર વિશ્વાસ નથી.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






