એસ.વી.એમ.આઈ.ટી કોલેજ ખાતે પાંચ દિવસીય ફેકલ્ટી ટ્રેનિંગની શરૂઆત

0
97

આજ રોજ ભરૂચ ની એસ. વી.એમ.આઈ. ટી કોલેજ ખાતે પાંચ દિવસીય ફેકલ્ટી ટ્રેનિંગની શરૂઆત કરવામાં આવી હતી.

તારીખ ૨૩ થી ૨૭ સુધી એસ. વી.એમ.આઈ.ટી કોલેજના કોમ્પ્યુટર વિભાગમાં AICTE અને ISTE માન્ય શોર્ટ ટર્મ ટ્રેનિંગ પ્રોગ્રામ નામે Big Data Analytics and Deep Learning નું આયોજન કરવામાં આવ્યું છે. આ તાલીમનો મુખ્ય આશય શૈક્ષણિક તાલીમ અને ઔદ્યોગિક અમલમાં પડતી ઉણપ ને ઓછો કરવાનો છે આ તાલીમ કાર્યક્રમમાં ગુજરાતની વિવિધ એન્જીનીયરીગ કોલેજના પ્રાધ્યાપકો,ભરૂચની જી.એન.એફ.સી કંપનીના કર્મચારીઓ અને એન્જીનીયરીગ માં પોસ્ટ ગ્રેજ્યુએશન કરી રહેલા વિદ્યાર્થીઓએ ભાગ લઈ રહ્યા છે.

આ કાર્યકર્મનું ઉદ્ઘાટન એસ. વી.એમ.આઈ. ટી સંસ્થાના ડાયરેક્ટર જીવરાજ પટેલ, પ્રિન્સિપાલ ડો,રાગેશ કાપડિયા, અને પારૂલ યુનિવર્સિટીના વાઈસ ચાન્સલેર ડો, કેતન કોટેચાના વરદ હસ્તે કરવામાં આવ્યુ હતુ.
આ કાર્યક્રમના પ્રથમ દિવસના વક્તા તરીકે પારૂલ યુનિવર્સિટીના વાઈસ ચાન્સલેર ડો, કેતન કોટેચાએ સુંદર માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન, ભરૂચ.
મો:-9537920203.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY