રાજ્યમાં સૌપ્રથમ સુરતમાં ટ્રાફિક પોલીસ માટે મુકાયું ઓક્સિજન મશીન

0
136

સુરત,
તા.૧૫/૦૩/૨૦૧૮

વરાછા વિસ્તારમાં આવેલી ટ્રાફિક પોલીસ પર સમાજસેવી સંસ્થાની મદદથી મુકાયું મશીન

ભારે ગરમી અને વધતાં જતાં ટ્રાફિક પ્રદૂષણ વચ્ચે રાત દિવસ ફરજ બજાવતાં ટ્રાફિક જવાનો માટે ઓક્સજન કોન્સન્ટ્રેટર મશીન મુકવામાં આવ્યું છે. પ્રાયોગિક ધોરણે વરાછાની પોલીસ ચોકીમાં મુકાયેલા આ મશીનમાં ઓક્સજન મેળવી ટ્રાફિક જવાનો સ્વાસ્થ્યને જાળવી શકે તેવો રાજ્યમાં સૌ પ્રથમ પ્રયોગ કરવામાં આવ્યો છે.

ટ્રાફિક પોલીસ સતત કાર્બન મોનોકસાઇટવાળા પ્રદુષણમાં રહેવાથી અસંખ્ય બીમારીનો ભોગ બને છે ત્યારે તેમના સ્વાસ્થ્યની જાળવણી માટે તૈયાર કરાયેલી વરાછામાં ઓક્સજન કોન્સન્ટ્રેટર મશીન મુકવામાં આવ્યું છે. વરાછા ટ્રાફિક પોલીસ ચોકીમાં મુકાયેલા આ મશીન દ્વારા પોલીસ કર્મીઓ પોતાનું સ્વાસ્થ્ય જાળવી રાખે તે માટે સામાજિક સંસ્થા અને પોલીસ દ્વારા સાથે મળીને આ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.

હાલ ઉનાળાની કાળઝાળ ગરમી શરૂ થઈ ગઈ છે. ત્યારે આ મશીન પોલીસના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને મુકવામાં આવ્યું છે. જા આ પ્રયોગ સફળ રહેશે તો શહેરની અન્ય પોલીસ ચોકીમાં પણ આ મશીન મુકવામાં આવશે તેમ ટ્રાફીક ડીસીપી બી આર પાંડોરે જણાવ્યું હતું.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY