બાઇક ધીમી ચલાવવા બાબતે થઈ હતી બબાલ સામાન્ય ઝઘડામાં એક વ્યક્તિ પર પાંચ રાઉન્ડ ફાયરિંગ,બે ઘાયલ

0
34

અમદાવાદ,તા.૧૪
અમદાવાદનાં સોલા વિસ્તારમાં આવેલા દત્ત બંગ્લોઝમાં મોડી રાત્રે ફાયરિંગની ઘટના બની હતી. સામાન્ય ઝગડામાં સમગ્ર મામલો વણસ્યો હતો અને એક વ્યક્તિએ ૫ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં ૨ લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
નવરાત્રિનાં તહેવાર દરમિયાન શહેરનાં સોલા વિસ્તારમાં આવેલા દત્ત બંગ્લોઝમાં રહીશો ગરબા રમતા હતા તે દરમિયાન ફાયરિંગની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો. વાત જાણે એમ છે કે સોલા વિસ્તારમાં આવેલા દત્ત બંગલોઝમાં આશરે ૧૨ વાગ્યાની આસપાસ રહીશો ગરબા રમી રહ્યા હતા તે દરમિયાન એક યુવક સોસાયટીમાંથી પુર ઝડપે પોતાનું બાઈક હંકારીને નીકળ્યો હતો, જેથી રહીશો તેને સમજાવવા ગયા કે નવરાત્રિ છે જેથી આટલી પુર ઝડપે વાહન ન ચલાવ નહીં તો સોસાયટીનાં કોઈ સભ્યને ઈજા થઈ જશે. જા કે ત્યારબાદ મામલો પુરો થવાને બદલે વધુ વણસ્યો અને વાહનચાલક યુવક પિતાની રિવોલ્વર લઈને ઘરની બહાર ધસી આવ્યો અને ૩ રાઉન્ડ હવામાં અને ૨ રાઉન્ડ નીચે ફાયરિંગ કર્યું હતું, જેમાં એક મહિલા અને એક યુવક ઘવાયા હતા. જેમને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
પોલીસને સમગ્ર ઘટનાની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત પોલીસ કાફલો તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને સમગ્ર ઘટનાને લઈને તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ફાયરિંગ કરનાર શખ્સનું નામ દોનાજી મારવાડી છે અને તે દત્ત બંગલોઝમાં છેલ્લા ૧૦ વર્ષ કરતાં વધુ સમયથી રહે છે. આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY