ગાંધીનગર,તા.૧૩
જૂનાગઢમાં રાધારમણ દેપ ટેમ્પલ બોર્ડની ચૂંટણી વખતે ડખો સર્જાયો હતો. દેવપક્ષ પર આચાર્ય પક્ષે હુમલો કર્યાની ફરિયાદો ઉઠતાં ઘટનાનું કવરેજ કરવા ગયેલા ન્યૂઝ ચેનલના કેમેરામેનનો કેમેરો પોલીસે ફંગોળ્યો હતો. દરમિયાન ઝપાઝપી થતાં પાંચ-સાત પોલીસવાળા બેરહેમ બનીને કેમેરામેન પર લાઠીચાર્જ કરતાં તૂટી પડ્યા હતા. જો કે અન્ય કેટલાક પોલીસ અધિકારીએ આવીને પોલીસવાળાઓને અટકાવી કેમેરામેનને મુક્ત કરાવ્યો હતો. જૂનાગઢના એસ.પી.ની ઓફિસ પર આ પત્રકારો આખી રાત ધરણાં પર બેઠાં હતાં અને પત્રકારો પર લાઠી વિીઝનાર પોલીસ સામે આકરાં પગલાં લેવા માગણી કરી હતી. આખી રાત દરમિયાન ગામેગામ આ સંદેશ ફેલાતાં જેતપુર, વીરમગામ અને રાજકોટમાં પણ ઉગ્ર પ્રત્યાઘાત સાથે કલેક્ટર કે સંબંધિત અધિકારીને આવેદનપત્ર પાઠવાયું હતું. વિવિધ રાજકીય પક્ષોએ પણ આ મુદ્દે પત્રકારોને ટેકો જાહેર કર્યો હતો.
દરમિયાન જૂનાગઢના કોંગી ધારાસભ્ય ભીખાભાઈ જાશી પણ મીડિયાના સમર્થનમાં એસપી કચેરીએ પહોંચ્યા હતા અને ધરણામાં જાડાયા હતા. હાલ કોઇને કંઇ પડી નથી, લોકતંત્રની ચોથી જાગીરના ઇજ્જતના ભવારા કરી રહેલી ગુજરાત પોલીસની તાનાશાહી કેટલી હદે રાજ્યમાં ફેલાઇ છે. તે આ ઘટના પરથી સ્પષ્ટ દેખાઇ રહ્યુ છે.
જૂનાગઢમાં બનેલી ઘટના બાદ છેલ્લા ૨૪ કલાકથી ગુજરાતના પત્રકારોના ધરણાં કરી રહ્યા છે, છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. હાલ જૂનાગઢમાં જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીમાં ધરણાં કરવામાં આવી રહ્યા છે. આ ઘટના બાદ રાજ્યભરના પત્રકારો દ્ગારા હુમલાની નિંદા કરવામાં આવી રહી છે. અહીં સૌરાષ્ટ્ર ભરના પત્રકારો પણ ધરણાં પર બેસ્યા હતા. જૂનાગઢમાં પત્રકાર પરના હુમલાને લઈને વિવિધ સંગઠનોમાં પણ રોષ ફેલાયો. મીડિયા પર પોલીસના લાઠીચાર્જને લઈને રાજ્યભરમાં વિરોધ જાવા મળ્યો. મીડિયાકર્મીઓ લાઠીચાર્જ કરનારા પોલીસકર્મી સામે કાર્યવાહી કરવા માંગ કરી રહ્યા છે. જાહેરમાં લોકતંત્રનું ઉલ્લંઘન કરતા લુખ્ખાઓ સામે કિયારે કાર્યવાહી થશે તે જોવાનુ રહ્યુ.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




