સુનિલ વસાવા ઉર્ફે પ્રિન્સ વસાવાની પ્રથમ ગુજરાતી ફિલ્મ ગેંગ ઓફ સુરત 4 મે એ રિલીઝ થઈ રહી છે ત્યારે એક આદિવાસી સમાજના હીરો નું આદિવાસી હેલ્પ ગ્રુપ દ્વારા સ્વાગત કરાયું

રાજપીપલા:
શુક્રવારે રાજપીપલા ટાઉન હોલ ખાતે ગુજરાતી ફિલ્મ ગેંગ ઓફ સુરત ના આદિવાસી હીરો સુનિલ વસાવા ઉર્ફે પ્રિન્સ વસાવા એ ફિલ્મના પ્રમોશન માટે હાજરી આપી હતી ત્યારે નર્મદા જિલ્લામાં સેવાકીય પ્રવૃત્તિ કરતા આદિવાસી હેલ્પ ગ્રુપ ના પ્રમુખ અલ્પેશ વસાવા,પ્રફુલ વસાવા અને સભ્યો દ્વારા પ્રિન્સ વસાવા નું ભવ્ય સ્વાગત કરાયું અને 4 મે ના રોજ રિલીઝ થનારી ગેંગ ઓફ ગુજરાત ફિલ્મ માં એક આદિવાસી યુવાને હીરોની ભૂમિકા સુધી પોહ્ચવા શું શું સ્ટ્રગલ કર્યું અને કઈ રીતે આ મુકામ સુધી એ પહોંચ્યા એ બાબતે ની પ્રિન્સ વસાવા એ જાણકારી આપી ત્યારે હેલ્પ ગ્રુપ ના અલ્પેશ વસાવા એ આ ફિલ્મ પરિવાર સાથે નિહાળી આપણા આદિવાસી પરિવાર ના હીરો ને પ્રોત્સાહિત કરવા પર ભાર મુક્યો હતો .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ.મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





