ગરમીનો કહેર યથાવત, છેલ્લા ત્રણ દિવસમાં રાજ્યભરમાં બીમારીના કેસમાં વધારો

0
109

અમદાવાદ,
તા.૩/૫/૨૦૧૮

રાજ્યમાં ૧૭૫ લોકોની વોમિટિંગની ફરિયાદ

આકરી ગરમીનાં કારણે એક તરફ લોકો ત્રાહિમામ પોકારી ગયા છે તો બીજી તરફ કેટલીક બીમારીઓમાં પણ વધારો નોંધાયો છે. વધતી ગરમીમાં રાજ્યભરમાં ૩૬૬ લોકો બેભાન થયા હોવાના કેસ સામે આવ્યા છે.

રાજ્યભરમાં ૧૭૫ લોકો વોમિટિંગની ફરિયાદ કરી હતી ..તો બીજી તરફ અમદાવાદની વાત કરીએ તો છેલ્લા ત્રણ દિવસમાં ૪૫૫ થી વધુ ઇમરજન્સી કોલ આવ્યા હતા. આ ઉપરાંત અનેક લોકોને કમળા અને ઝાડા-ઉલ્ટીનાં કેશોમાં નોંધપાત્ર વધારો જાવા મળી રહ્યો છે.આ સિવાય ઝાડા-ઉલ્ટી, ટાઇફોડ અને મેલેરિયાનાં કેસમાં પણ ભારે વધારો નોંધાયો છે.

અમદાવાદમાં આગામી ૫ દિવસ રાજ્યમાં ગરમીનો કહેર યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હિતેક્શન પ્લાન મુજબ અમદાવાદમાં યલ્લો એલર્ટ જાહેર કરાયુ છે. આગામી ૩ દિવસ સુધી આ પ્રક્રિયા યથાવત રહેશે. આ એલર્ટને પહલે રાજ્યના ભાવનગરમાં ૪૩ થી ૪૪ ડિગ્રી તાપમાન ૪૮ કલાક સુધી જાવા મળશે. તો સાથે જ સમગ્ર રાજ્યનું તાપમાન ૪૧થી ૪૩ ડિગ્રીની રહેશે. સૂર્યના કિરણો સીધા પડતા હોવાથી ગરમીમાં વધારો સમગ્ર મેં માં કાળઝાળ ગરમી જાવા મળી શકે છે.

તબિબોની સલાહ પ્રમાણે બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળવું જાઇએ. ગરમીથી બચવા માટે તડકામાં સફેદ વસ્ત્રો પહેરવા જાઇએ. અને ખુલ્લા ખોરાક, અશુદ્ધ આહાર અને અશુદ્ધ પાણી પીવાથી બચવું જાઇએ.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY