ધ્રાંગધ્રા નો રાજમહેલ ફરી એક વખત તસ્કરો ના ટારગેટ પર આવ્યો: જુના 15000ની કિંમતનુ ચાંદી લઇ તસ્કરો ફરાર.

0
101

ઝાલાવાડ પંથક ના પ્રસિદ્ધ ધ્રાગધ્રાના રાજમહેલમા ફરી એક વખત ચોરીનો બનાવ સામે આવ્યો છે. જેમા તસ્કરો પૌરાણીક રથમાથી રૂપીયા 15000ની કિંમત ની ચાંદી લઇ ગયા હોવાની વિગતો પ્રાપ્ત થઇ હતી. ત્યારે સમગ્ર ઘટના બાબતે સુરેન્દ્રનગર જીલ્લામા છેલ્લા બે વર્ષ મા આ ત્રીજો વખત રાજમહેલ માં ચોરી થયા નો બનાવ છે. સૌ પ્રથમ બે વર્ષ પહેલા પણ તસ્કરોએ ધ્રાગધ્રાના રાજમહેલથી જ ચોરીની શરુવાત કરી હતી જેમા કરોડોના સોના-ચાંદીની કિંમતી ચીજ-વસ્તુઓની ચોરી થઇ હતી. વળી આ ઘટના ધ્રાગધ્રા પંથકમા ટોક ઓફ ધી ટાઉન બનતા પોલીસે તાત્કાલીક ધોરણે કાર્યવાહી કરી ચારથી પાંચ જેટલા દેવીપુજક શખ્સને ઝડપી પાડવામા આવ્યા હતા .જે તે સમયે રાજમહેલની ચોરીમા કરોડોની એંટીક ચીજવસ્તુઓ અને સોના-ચાંદીના આભુષણોનો મુદ્દામાલ હજુ પણ પોલીસને હાથ નથી લાગ્યો અને તે સમયે માત્ર થોડો-ઘણો મુદ્દામાલ હાજર કરી તમામ પ્રકરણ થાળે પાડ્યુ હતુ. થોડા મહિના બાદ જ વળી વઢવાણના રાજમહેલમા પણ ચોરીનો બનાવ બનતા લાખ્ખોના આભુષણો ચોરી થયા હતા તે સમયે પણ ધ્રાગધ્રાના જ કેટલાક દેવીપુજક શખ્સોને પોલીસે ઝડપી પાડી સાથે એક અમદાવાદના વેપારીને પણ પકડી પાડ્યો હતો. વઢવાણ રાજમહેલની ચોરીના મામલામા ઝડપાયેલ ધ્રાગધ્રામા ચોરીનો હીસ્ટ્રીસીટર કાટીયા નરશીભાઇ દેવીપુજક હાલમાજ જેલથી બહાર આવ્યો છે અને વળી ગઇકાલે ધ્રાગધ્રા રાજમહેલમા ચાંદીની ચોરી થઇ હોવાનુ ખુલ્યુ હતુ. ત્યારે આ બાબતે સીટી પોલીસ સ્ટેશનના પીએસઆઇ જાડેજા દ્વારા જણાવાયુ હતુ કે ધ્રાગધ્રાના રાજમહેલમા કેટલીક એન્ટીક પૌરાણીક ચીજ-વસ્તુઓ છે જેમા જુના જમાનાના રથ પર ચાંદી મઢેલી હતી. અહીં તસ્કરો દ્વારા રાજમહેલમા પ્રવેશ કરી ચાંદીથી મઢેલા રથમાથી જુની કિંમતની રુપિયા 15000 ની ચાંદી ઉખાડીને લઇ ગયા હોવાની ફરીયાદ રાજમહેલના મેનેજર સુધીરભાઇ પટેલ દ્વારા સીટી પોલીસ સ્ટેશને લખાવાઇ છે. જોકે હાલના સમયમા આ ચાંદીની કિંમત લાખ્ખો રુપિયા થઇ શકે છે. ત્યારે સીટી પોલીસ દ્વારા ફરીયાદ હાથ ધરી ઘટના સ્થળે તપાસ કરી ચાંદીની ચોરી કરનાર તસ્કરો ની શોધખોળ હાથ ધરાઈ છે .આ તરફ વારંવાર થતી રાજમહેલની ચોરી અંગે અંદરના સ્ટાફનો જ કોઇ વ્યક્તિ તસ્કરો સાથે મળેલો હોવાની પણ પોલીસ શંકા વ્યક્ત કરી રહી છે. હાલ તો રાજમહેલમા ફરી એક વખત ચોરીના બનાવથી રાજમહેલનુ તંત્ર પોતાની આબરુ જવાના ડરથી સમગ્ર મામલો લોકો સમક્ષ ન આવે તેવો પ્રયત્ન કરતા પણ કેટલીક શંકા ઉપજે છે. ત્યારે સીટી પોલીસ દ્વારા ફરી એક વખત થયેલી રાજમહેલ ચોરીની ફરીયાદ હાથ ધરી તસ્કરોને શોધવાની કવાયત શરુ કરી દીધી છે.

રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા, લીંબડી
મો. ૯૮૨૫૫ ૯૧૩૬૬

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY