ગરુડેશ્વર ગ્રામપંચાયત નો 2011 થી રેકોર્ડ જમા ના કરાવતા હોબાળો

0
190

ઉચ્ચ અધિકારીઓની રહેમ નજરે કેટલાક તલાટીઓ બેફામ બની ગયા હોવાની જિલ્લા માં ફરિયાદો ઉઠી
સરપંચ દ્વારા જિલ્લા કલેકટર ને રજૂઆત કરવામાં આવી છતાં હજુ સુધી ગ્રામપંચાયત પર રેકર્ડ પહોંચ્યો નથી

રાજપીપળા : નર્મદા જિલ્લા ગરુડેશ્વર તાલુકા ની ગરુડેશ્વર ગ્રામ પંચાયત છેલ્લા કેટલાય સમય થી વિવાદ માં અટવાયેલી છે, કેમકે છેલ્લા સાત વર્ષ થી જુના તલાટીએ ગ્રામ પંચાયત ને નવા તલાટીને રેકોર્ડ આપ્યો નથી કે નથી સરપંચ ને દેખાડ્યો, તો આ રેકર્ડ માં એવા તે કેવા ચેડાં થયા હશે કે જે રેકર્ડ અંગે આટલો વિવિદ થયો કે જિલ્લા કલેકટર કચેરીમાં ફરિયાદ પહોંચી, જો આ ગ્રામપંચાયત માં તપાસ કરવામાં આવે તો દાળમાં કઈ કાળું જરૂર નીકળે એવી લોક ચર્ચા થઇ રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર નવો ગરુડેશ્વર તાલુકો બન્યો તાલુકા પંચાયત નવી બની ગઈ પણ ગરુડેશ્વર ગ્રામપંચાત નો રેકર્ડ ગાયબ છે,આ અંગે હાલના સરપંચ બાબુભાઇ તડવીએ જિલ્લા કલેક્ટર ને લેખિતમાં જણાવ્યું છે કે ગ્રામપંચાયત નો રેકોર્ડ 2011થી ગ્રામપંચાયત પર નથી અને જુના તલાટી પંકજ તડવી આ રેકોર્ડ જમા કરાવતા નથી જે અંગે મુખ્યમંત્રી ફરિયાદ નિવારણ માં ફરિયાદ કરી હતી અને રેકર્ડ ન હોવાને કારણે નવા તલાટી ગિરીશ તડવી ને કામ કરવાની ઘણી તકલીફ પડે છે, ત્યારે આ રેકર્ડ આપવા જિલ્લા કલેક્ટરે તલાટી પંકજ તડવીને લેખિત હુકમ કર્યો છે, હાલ તલાટી પંકજ તડવી રેકર્ડ આપી દીધો એમ કહે છે ત્યારે નવા તલાટી ગીરીશ તડવી અમને રેકર્ડ મળ્યો નથી ની વાત કરે છે તો આ બેમાં સાચું કોણ એ જોવું રહ્યું જો જિલ્લા વિકાસ અધિકારી આ બાબતે જરૂરી તપાસ કરે તો આ રેકર્ડ નું રહસ્ય ખબર પડે કેમ કોઈ આ રેકર્ડ ક્યાં છે કહેવા માંગતા નથી…? બંને તલાટીઓ એક બીજાને ખો આપી રહ્યા છે પણ હાલ તો ગ્રામપંચાયતની જનતા પરેશાન છે, ત્યારે સંપૂર્ણ રેકર્ડ ગ્રામપંચાયત માં પહોચેં એ જરૂરી બન્યું છે.

ગ્રામપંચાત ગરુડેશ્વર માં 2011 થી કોઈ રેકર્ડ અમારી પાસે નથી અમે જુના તલાટીને અનેકવાર રજુઆત કરી પણ બહાના બતાવે છે અંતે જિલ્લા કલેક્ટર ને અરજી કરી કલેક્ટરે હુકમ પણ કર્યો પણ હજુ અમને રેકર્ડ મળ્યો નથી અમારે કામ કેવીરીતે કરવું જેથી તાત્કાલિક અમને રેર્ક્ડ ગ્રામપંચાયત પર મળે જેવા ડીડીઓ હુકમ કરે >>> બાબુ તડવી ( સરપંચ , ગરુડેશ્વર ગ્રામપંચાયત )

મારી પાસે કોઈ રેકર્ડ નથી મારી બદલી થઇ એટલે મેં તમામ વસ્તુ જેતે તલાટીને આપી દીધા છે જેની નોંધ પણ તાલુકા પંચાત માં છે, જેથી રેકર્ડ ક્યાં છે એ અમને ખબર નથી >> પંકજ તડવી ( પૂર્વ તલાટી ગરુડેશ્વર )

અમારી પાસે રેકર્ડ નથી આજે પણ ગ્રામપંચાયત માં કોઈ રેકર્ડ છે જ નથી સરપંચ દ્વારા જિલ્લા કલેક્ટર ને રજૂઆત પણ કરવામાં આવી છે પણ હજુ સુધી અમને કોઈ રેકર્ડ મળ્યા નથી >> ગીરીશ તડવી (તલાટી ગરુડેશ્વર ગ્રામપંચાયત )

ગરુડેશ્વર ગ્રામ પંચાયત ના રેકર્ડ નું રહસ્ય
ગરુડેશ્વર ગ્રામપંચાત ના રેકડ નું રહસ્ય શું છે એતો બંને તલાટીઓ જાને અથવા સરપંચો હાલ ગ્રામપંચાત માં રેકર્ડ છે કે કેમ એ એક પ્રશ્ન છે જો છે તો તલાટી સરપંચ આમ કેમ કહે છે અને ખરેખર નથી તો પૂર્વ તલાટી આપી દીધાની કેમ વાત કરે છે આખરે આ રેકર્ડ માં શુ રહસ્ય છુપાયેલું છે, કોઈ મોટો ભ્રસ્ટાચાર છુપાયેલો નથી ને, કેમ તલાટીઓ લોકોને કે સરપંચોને ગાઠાતા નથી કયા ઉચ્ચ અધિકારીઓ આવા કર્મચારીઓને છાવરે છે જે તમામ બાબતો એક તપાસ માગી લેછે।

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY