ઓલપાડ તાલુકાના આંધી ગામની સીમમાં ગતરોજ મળસ્કે પોલીસ ટીમ અને ગૌરક્ષકોએ નાકાબંધી કરતા ૩૭૯૦ કિલો ગૌમાંસનો જથ્થો ભરેલો ટેમ્પો રોડ પર યુ ટર્ન લઇ ભાગવાની કોશિષ કર્યા બાદ ચાલક તથા અન્ય શખ્સ ટેમ્પો મુકી ભાગી ગયા હતા. ધૂળેટીના તહેવારમાં મળસ્કે ગૌરક્ષકોની બાતમી આધારે ઓલપાડ પોલીસની ટીમે કીમથી ઓલપાડ જતા રોડ પર આંધી ગામે નાકાબંધી કરી હતી. તે સ મયે ટાટા ટેમ્પો (નં. જીજે-૫-બીએક્સ – ૨૩૬૨) પૂરઝડપે આવ્યો હતો. ચાલકે પોલીસની નાકાબંધી જોઇ તરત યુ ટર્ન મારી ભાગવાની કોશિષ કરી હતી પણ ટેમ્પો આગળ નહીં જતા ચાલક અને તેની સાથેનો શક્સ ટેમ્પામાંથી કુદી ભાગી ગયા હતા. પોલીસે ટેમ્પાની તલાસી લેતાં કોથળામાં માંસનો જથ્થો ૩૭૯૦ કિલો ભરેલો હતો. પોલીસે એફએસએલ અધિકારી પાસે પરીક્ષણ કરાવતા માંસનો જથ્થો ગૌવંશનો હોવાનો રીપોર્ટ આવતા પોલીસે રૂ. ૭૫૮૦૦નું માંસ અને રૂ. ૩.૫૦ લાખનો ટેમ્પો મળી કુલ રૂ. ૪,૨૫,૮૦૦નો મુદ્દામાલ કબ્જે કરી ટેમ્પાચાલક તથા અજાણ્યા શખ્સને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે ટેમ્પામાંથી મળેલા કેટલાક કાગળો અને ટેમ્પા નંબર આધારે સુરત શહેરમાં લઇ જવાતા ગૌમાંસના જથ્થા અંગે તપાસ હાથ ધરી છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"