સુરતના ટેમ્પો ટ્રાવેલ્સને કોસંબા પાસે અકસ્માત: બાળકીનું મોત, નવને ઇજા

0
98

સુરતથી ટેમ્પો ટ્રાવેલ્સ ભાડે કરી પાલિતાણાના દર્શને જવા નીકળેલા યાત્રિકોને શુક્રવારે સવારે કોસંબા નજીક નેશનલ હાઇવે નં. ૪૮ પર અકસ્માત નડયો હતો. ટેમ્પો ટ્રાવેલ્સ આગળ દોડતા કન્ટેઇનરમાં ભટકાતા એક બાળકીનું મોત થયું હતું. જ્યારે નવ યાત્રિકોને નાની-મોટી ઇજા પહોંચી હતી. ધૂળેટીની રજાનો દિવસ હોય સુરતના પારલેપોઇન્ટ વિસ્તારમાં રહેતા રીન્કુબેન નેહલભાઇ શાહના સંબંધીઓ સુરતથી પાલિતાણા દર્શન કરવા સવારે છ વાગ્યાના અરસામાં ટેમ્પો ટ્રાવેલ્સ (નં. જીજે-૦૫-બીટી- ૯૩૧૬) ભાડે કરીને નીકળ્યા હતા. ચાલક તરીકે વિશાલભાઇ પિયુષભાઇ પટેલ (રહે. લાલદરવાજા, પટેલ વાડી, સુરત) હતા. સવારે આઠ વાગ્યાના અરસામાં ટેમ્પો ટ્રાવેલ્સ કોસંબા નજીકના ને.હા. નં. ૪૮ ઉપર ધામડોદથી પસાર થતું હતું ત્યારે આગળ એક કન્ટેઇનર (નં. એચઆર-૫૫-એમ- ૮૩૧૫)ને તેનો ચાલક બેફામ હંકારી રહ્યો હતો. જે તે વખતે ટેમ્પો ટ્રાવેલ્સના ચાલક કન્ટેઇનરને ઓવરટેક કરવા પ્રયાસ કર્યો હતો. પરંતુ કન્ટેઇનર ચાલકે ગફલત રીતે પોતાના કબ્જાનું વાહન એકાએક ડાબી બાજુ વાળી દેતાં ટેમ્પો ટ્રાવેલ્સ એકાએક કન્ટેઇનરની પાછળ જોશભેર અથડાઇ જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં ટેમ્પો ટ્રાવેલ્સનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. તેમાં સવાર ૧૨ વર્ષની પનવી જીગ્નેશભાઇ ધામીને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે મોત થયું હતું. જ્યારે અન્ય ૧૨ યાત્રિકો પૈકી નવને નાની-મોટી ઇજાઓ પહોંચતા નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બનાવ સ્થળે કન્ટેઇનર મુકી ચાલક ભાગી છુટયો છે. ઇજાગ્રસ્તોની યાદી (૧) જયંતિભાઇ અમરતભાઇ ધામી (ઉ.વ. ૬૦) (૨) સમીરભાઇ જે. ધામી (ઉ.વ. ૪૦) (૩) જેનીલ સમીરભાઇ ધામી (ઉ.વ. ૧૦) (૪) ધુ્રવ સમીરભાઇ ધામી (ઉ.વ. ૧૪) (૫) નેહલભાઇ રમેશભાઇ શાહ (ઉ.વ. ૩૪) (૬) ટ્વીશા મેહુલભાઇ શાહ (ઉ.વ. ૩) (૭) જીગ્નેશભાઇ સુમીતભાઇ ધામી (ઉ.વ. ૪૦) (૮) હેતલબેન જીગ્નેશભાઇ ધામી (ઉ.વ. ૩૭) (૯) વિશાલભાઇ પટેલ (ચાલક)

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY