ગાયકવાડી સ્ટેટની શાન ગણાતી ૫ નેરોગેજ બનશે હેરિટેજ રેલવે લાઈન

0
10

વડોદરા,
વડોદરા રેલવે ડિવિઝન સંદર્ભે રેલવે મંત્રાલયે એક મોટો નિર્ણય લીધો છે. એકસમયે ગાયકવાડી સ્ટેટની શાન ગણાતી ૫ નેરોગેજ રેલવે લાઈનને યથાવત રાખી હેરિટજ લાઈન તરીકે વિકસાવવાનો રેલવે મંત્રાલયે નિર્ણય કર્યો છે.
આ અંગે પશ્ચિમ રેલવેના પીઆરઓ રવિન્દ્ર ભાકરે કહ્યુ હતું કે, પાંચ લાઈનના ૨૦૪ કિલોમીટરના નેટવર્કને રેલવે બોર્ડ દ્વારા સાંસ્કૃતિક વિરાસત ગણીને સાચવવાનો કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. અગાઉ આ નેરોગેજ નેટવર્કને બ્રોજગેજમાં કન્વર્ટ કરવા માટે ૨૦૧૭માં મંજૂરી આપવામાં આવી હતી.
હેરિટેજ લાઇન બનનારી એ લાઇન્સ નવા રંગરૂપ સાથે નેરોગેજ લાઈન સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત માટે આવતા વિદેશી સહેલાણીઓમાં આકર્ષણનું કેન્દ્ર બનશે. ઉલ્લેખનીય છે કે વિશ્વમાં એકમાત્ર ભારતમાં જ નેરોગેજ લાઈન કાર્યરત છે.

(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY