રાજપીપળા વીજ કંપનીના અંધેર વહીવટ થી રોજિંદી વીજળી બંધ થવાની વકરતી સમસ્યા

0
172

ચોમાસા પૂર્વે વારંવાર પ્રિ મોન્સૂન કામગીરી માટે આખોો આખો દિવસ લાઈટો બંધ રાખી કામગીરી ના નામે શું ફક્ત તાયફા કરાયા હતા …?

છેલ્લા ચાર દિવસ થી વારંવાર જતી લાઈટો મંગળવારે દિવસ દરમિયાન ચાર થી પાંચ વખત ગયા બાદ સાંજે ફરી કલાકો સુધી બંધ રહેતા લોકોમાં ભારે રોષ

રાજપીપળા: રાજપીપળા વીજ કંપની ના અધિકારીઓ કે કર્મચારીયો ની લાલીયાવાડી ના કારણે છેલ્લા ચાર પાંચ દિવસ થી રાજપીપળા માં રોજ દિવસ દરમિયાન લાઈટો જતી રહેતા વીજ કંપની માંથી એકજ જવાબ મળે છે કે જમ્પર બદલે છે કે જમ્પર નાખે છે ત્યારે એજ પ્રમાણે મંગળવારે પણ ચારેક વખત લાઈટો જતા આજ જવાબ મળ્યા પરંતુ સાંજે ફરી પાંચમી વખત લાઈટો જતા એમ જાણવા મળ્યું કે પોલીસ લાઈન નું ટ્રાન્ફોર્મર બગાડતા બદલવાની કામગીરી ચાલુ છે એકાદ કલાક લાગશે ત્યારે કલાક બાદ લાઈટો આવી પણ તરત ફરી ફોલ્ટ થતા ફરી ગુલ થઈ જે બીજા કલાકે આવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો ત્યારે વારંવાર જતી વીજળી નું કારણ શું…? શું પ્રિ મોન્સૂન કામગીરી ફક્ત તાયફો હતી….? જોકે વીજ કંપની ના અધિકારીઓ આ માટે કેમ કોઈ ચોક્કસ કામગીરી કરાવતા નથી એ પણ એક મોટો સવાલ છે.સુરત બેઠેલા એમ ડી સહિતના ઉચ્ચ અધિકારીઓ આ બાબતે કોઈ નક્કર પગલા લઈ યોગ્ય કામગીરી કરવા કડક સૂચના આપશે…?

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923. PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY