વન વિભાગ દ્વારા 15 જૂન થી 16 ઓક્ટોબર સુધી પ્રવાસીઓ માટે ગીર જંગલ બંધ કરી દેવામાં આવશે..

0
66

શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું વેકેશન પૂર્ણ થયાની સાથેજ ગીરના જંગલ માં વસતા એશિયાઈ સિંહોનું વેકેશન આજ થી શરુ થઇ ગયું છે. જી હા ચોમાસાની ઋતુ શરુ થયાની સાથે જ જંગલના રાજા સિંહ અને બીજા અનેક જાનવરો માટે સંવનન કાળ શરુ થતો હોવાથી વન વિભાગ દ્વારા 15 જૂન થી 16 ઓક્ટોબર સુધી પ્રવાસીઓ માટે જંગલ બંધ કરી દેવામાં આવે છે.

એશિયાઈ સિંહો માટે દુનિયાભર માં વિખ્યાત એવું ગીર નું જંગલ ચાર મહિના માટે બંધ કરી દેવાયું છે એટલેકે 15 જૂન થી લઈને 16 ઓક્ટોબર સુધી વનરાજો માટે વેકેશન જાહેર કરાયું છે. ચોમાસાની ઋતુ શરુ થાની સાથેજ ગીરનું જંગલ દર વર્ષે બંધ કરી દેવામાં આવે છે કારણ કે જંગલના ના રાજા સિંહ અને બીજા ઘણા પ્રાણીઓ માટે સંવનન કલ શરુ થયો હોવાથી, તેમને કોઈ ખલેલ ના પહોંચે તે માટે વન વિભાગ દ્વારા પ્રવાસીઓમાટે ગીર ના દરવાજા બંધ કરી દેવાય છે. વન વિભાગ ના સાસણ ગીર ના વન અધિકારી રાજદીપસિંહ ઝાલા એ માહિતી આપતા જણાવ્યું હતું કે ચોમાસાની ઋતુમાં વન વિભાગની કામગીરી વધી જાય છે કારણ ઇન્ફાઇટ ના કારણે સિંહો અને અન્ય જાનવરો ઘાયલ થતા હોય છે ત્યારે વરસતા વરસાદ માં પણ તેને રેસ્ક્યુ કરી બચાવ કામગીરી તેમજ ભારે વરસાદમાં રસ્તાઓને રીપેર કરવા જેવા પડકારો આ ચાર મહિના દરમિયાન જીલવા પડે છે.

એશિયાઈ સિંહોના એકમાત્ર ઘર એવા આ ગીરના જંગલમાં દુનિયાભરના પ્રવાસીઓ આવે છે પરંતુ જો આંકડાઓ ઉપર નજર કરીયે તો 2016-17 માં 5 લાખ 20 હજાર પ્રવાસીઓએ સાસણગીરની મુલાકાત લીધી હતી તેની સામે ચાલુ વર્ષે 2017-18 ના વર્ષમાં યાત્રા સુધીમાં 5 લાખ 45 હજાર પ્રવાસીઓએ ગીરની મુલાકાત લીધી છે. જ્યારે થી ગુજરાત સરકારે અમિતાભ બચ્ચન ની એડ દ્વારા ખુશ્બુ ગુજરાત કેમપેઇન શરુ કર્યું છે ત્યારે થી સતત પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. જે પ્રવાસીઓ ગીરની મુલાકાત કરે છે તે સિંહ, દીપડા, હરણ, વિવિધ પ્રકારના પક્ષીઓ અને જૈવિક વિવિધતા ના અનોખા દર્શન કરે છે અને જ્ઞાન માં વધારો કરે છે ગીરની મુલાકાતે આવે છે આ વર્ષ છેલ્લા પ્રવાસીઓ એ ગીર જંગલ અને પ્રવાસન વ્યવસ્થાના ભરપેટ વખાણ કાર્ય અને ધન્યતા અનુભિવી હતી.

બ્યુરો રીપોર્ટ
મનિષ ડાકી
જૂનાગઢ
70161 59934

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY