આજરોજ ગુજરાત હાઇકોર્ટમાં અંકલેશ્વર જીઆઇડીસીના પોલ્યુશન બાબતે કેટલાક જાગૃત નાગરિકો દ્વારા કરવામાં આવેલી જનહિત યાચિકા ના અનુસંધાને તેમજ અન્ય પિટિશનની સુનાવણી હાથ ધરી હતી અને અગાઉ ની સુનવણી વખતે જાહેર કરાયેલ એમેક્સ ક્યુરિ(કોર્ટ મિત્ર) શાલીન મહેતા એ પણ એમનો રિપોર્ટ આજે રજૂ કર્યો હતો કોર્ટે આજે આ રિપોર્ટ જોયા હતા અને સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કોર્ટે આકરૂ વલણ લેતા વચગાળાના ઓર્ડર તરીકે હુકમ કર્યોછે કે (1) અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ જૂની અંડરગ્રાઉન્ડ લાઇન અઠવાડીયા ના સમયગાળા માં બંધ કરવી (2 )દરેક ઉદ્યોગગૃહોના માલિકો અથવા ટોચના જવાબદાર અધિકારીઓએ લેખિતમાં એફિડેવિટ સ્વરૂપે કોર્ટમાં જણાવવાનું છે કે તેમનું કોઈ ગેરકાયદેસરનું ડ્રેનેજ કનેક્શન નથી અને આ કામગીરી ઔદ્યોગિક એસોસિએશન ને આપવામાં આવી છે. અને આ બાબત ની જાહેરાત વિવિધ સમાચાર માધ્યમો દ્વારા નોટીફાઇડ ઓથોરિટી એ કરવાની રહેશે.(3) જીપીસીબીને પણ જણાવ્યું છે કે કુલ ૭૦૦ ચેમ્બરોની હાલની પરિસ્થિતિ નો રિપોર્ટ અને પહેલાની પરિસ્થિતિના રિપોર્ટની વિગત કોર્ટને આપે
અગાઉ તારીખ 28 4 18 ના રોજ કોર્ટમિત્ર શાલીન મહેતાએ એમની ચેમ્બરમાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓ, જીઆઇડીસીના અધિકારીઓ, નોટિફાઇડના અધિકારીઓ ,એનસીટીએલ ના અધિકારીઓ અને જનહિત યાચિકા કરનારાઓને તેમજ અંકલેશ્વર ઔદ્યોગિક એસોસિએશનના હોદ્દેદારોને સાંભળ્યા હતા, તે વખતે શાલીન મેહતા નું મુખ્ય ધ્યાન અંડરગ્રાઉન્ડ ભુતિયા કનેક્શન બાબતની માહિતી મેળવવાની અને તેનું સોલ્યુશન કઈ રીતે આવે એ બાબતની માહિતી મેળવવા ની હતી.તારીખ 28 .4 18ના રોજ જી આઈ. ડી. સી.એસોસીએશન ના પ્રમુખ મહેશભાઈ સાથે અન્ય હોદ્દેદારો પણ જોડાયા હતા અને તેમનો પોતાનો પક્ષ રજૂ કર્યો હતો જ્યારે આજે કોર્ટમાં પ્રમુખ મહેશભાઈ એકલા હાજર હતા અને વિકટ પરિસ્થિતિ નો સામનો એકલા કરતા જણાયા હતા. અને તેમના વતી તેમના વકીલે પણ દલીલો કરી હતી જોકે આજે કોર્ટે ઘણું કડક વલણ લીધું હતું અને ઉપરોક્ત આપેલા હુકમો એ વચગાળાના આદેશો છે . તારીખ દસમી મેં ના રોજ વધુ સુનાવણી થશે
સલીમ પટેલ
પ્રકૃતિ સુરક્ષા મંડળ. 9427132246
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"