ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા એક સાથે કુલ ૩૫ પોલીસકર્મીઓની જિલ્લામાં આંતરિક બદલીઓ કરી દેવાતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
ભરૂચ જિલ્લા એસ.પી રાજેન્દ્રસિંહ ચુડાસમા પોતાની ટ્રેનિગ પુરી કરી આવ્યા બાદ આજે શુક્રવારની સાંજના એલ.સી.બી ના ૧૦ સહિત કુલ ૩૫ પોલીસકર્મીઓની જિલ્લામાં આંતરિક બદલીઓ કરી દેવામાં આવતાં પોલીસ બેડામાં ચર્ચાએ જોર પકડ્યું છે.જોકે એસ.પી રાજેન્દ્રસિંહ ચુડાસમાએ વહીવટી કારણે સર પોલીસકર્મીઓની બદલી કરવામાં આવી તેમ જણાવ્યું છે.
રિપોર્ટર:-અંકિતા પાટણવાડિયા
મો:-990473000
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




