ટ્રકે સ્કૂટીને અડફેટે લેતા માતા-પુત્રીનાં મોત નીપજ્યાં

0
6

ગોંડલ,તા.૧૦
શહેરના નેશનલ હાઈવે પર માર્કેટીંગ યાર્ડ પાસે દ્વારકેશ પાર્ક સોસાયટીમાં રહેતા નીતાબેન દિવ્યેશભાઈ ગોંડલીયા (ઉંમર વર્ષ ૩૪) તેમજ તેમના માતા રસીલાબેન ઈશ્વરદાસ હરીયાણી (ઉમર વર્ષ ૬૪) (રહેવાસી પારડી તાલુકો લોધીકા) બપોરના ૧ઃ૦૦ વાગ્યે ઉમવાડા ચોકડી પાસે સ્કૂટી પેપ ઉપર પોતાના ઘરે જઈ રહ્યા હતા. ત્યારે પૂરઝડપે આવી રહેલા ટ્રક જીજે ૦૩ એ ઝેડ ૧૦૦૦ના ચાલકે અડફેટે લેતા સર્જાયેલ અકસ્માતમાં માતા-દિકરીના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા.
હડમતાળા જીઆઇડીસીની કોસ્મો ટેક્નોકાસ્ટ ફેક્ટરીમાં નોકરી કરતા નીતાબેનના પતિ દિવ્યેશભાઈને અકસ્માતની જાણ થતા તેઓ સરકારી દવાખાને દોડી આવ્યા હતા અને જણાવ્યું હતું કે તેમના સાસુમાં એટલે રસીલાબેન ગતરાત્રીના જ ગોંડલ આવ્યા હતા. આગામી બુધવારે તેમના નૂતન ગૃહનું વાસ્તુ હોય માતા-દીકરી શહેરમાંથી ખરીદી કરી પરત ઘર તરફ જઈ રહ્યા હતા અને અકસ્માતની ઘટના બની હતી. તેઓને સંતાનમાં એક નવ વર્ષનો પુત્ર છે, અકાળે પુત્રે માતાની છત્રછાંયા ગુમાવતા પરિવાર શોકમગ્ન બન્યો હતો. નીતાબેન આદર્શ ગૃહિણીની સાથોસાથ ટિફિન કેટરિંગનો પણ વ્યવસાય કરતા હતા અને ઘર ગુજરાન ચલાવવામાં પતિનો સાથ આપતા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY