ગ્રેટર નોઇડા,તા.૧૧
ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઇડામાં એક યુવક પિસ્તોલ લઇને તેના એક મિત્રના લગ્નમાં પહોંચી ગયો હતો અને આ લગ્નમાં તેને પિસ્તોલ લઇને જવું ભારે પડી ગયું છે. થયું એવું કે યુવકની કમર પર લગાવવામાં આવેલી પિસ્તોલમાંથી અચાનક જ ગોળી છૂટી ગઇ હતી અને આ ગોળી તેના પ્રાઇવેટ પાર્ટમાં જઇને વાગી હતી. જ્યાર બાદ તેને સારવાર માટે એક ખાંનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. અહીં તેનો જીવ બચાવવા માટે તેના પ્રાઇવેટ પાર્ટને કાપવું પડ્યું હતું.
પ્રાપ્ત અહેવાલ મુજબ આ ઘટના ગ્રેટર નોઇડાના ઇકોટેક-૩ કોતવાલી વિસ્તારની છે. જ્યાં આ યુવક તેના મિત્રના લગ્નમાં હાજરી આપવા માટે આવ્યો હતો. તેની પાસે એક લાયસન્સ પિસ્તોલ હતી. લગ્નમાં તે દારૂ પીં ને નાચી રહ્યો હતો. ત્યારબાદ તે જેવો ટોયલેટમાં ગયો ત્યારે તેના કમર પર લગાવવામાં આવેલી પિસ્તોલમાંથી ગોળી છૂટી ગઇ હતી અને યુવકના પ્રાઇવેટ પાર્ટ પર લાગી ગઇ હતી.
આ ઘટના બાદ તાત્કાલિક તેને નજીકની ખાંનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેના ઘવાયેલા પ્રાઇવેટ પાર્ટને કાપવામાં આવ્યું હતું. જો કે આ ઘટના બાદ પ્રસંગમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે આ મામલે કોઇપણ વ્યકિત દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવામાં આવી ન હોતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



